ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2021, 12:11 PM IST

ETV Bharat / bharat

કર્ણાટકમાં લૉકડાઉનની જરૂર નથીઃ યેદિયુરપ્પા

દેશનું એવું કોઈ પણ રાજ્ય નથી જ્યાં કોરોનાના કેસ વધતા ન હોય. હવે કર્ણાટકમાં પણ દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, રાજ્યમાં અત્યારે લૉકડાઉન કરવાની જરૂર નથી.

  • કર્ણાટકમાં દરરોજ કોરોના કેસ વધી રહ્યા છે
  • મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ આપ્યું નિવેદન
  • રાજ્યમાં લૉકડાઉનની સંભાવનાને CMએ આપ્યો રદિયો

આ પણ વાંચોઃબારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

બેંગલુરુઃ કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે, હાલમાં રાજ્યમાં લૉકડાઉન કરવાની જરૂર નથી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ જાણવા માટે 18 એપ્રિલે દરેક પાર્ટીની એક બેઠક બોલાવવામાં આવી છે. જ્યારે ટેક્નિકલ સલાહકાર સમિતિએ કહ્યું કે, અહીં કોરોના સંક્રમણના કેસ 2 મે સુધી વધશે. એટલે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કર્ણાટકમાં અત્યાર સુધી 10 લાખ 74 હજારથી વધારે લોકો કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃઇડરના દરામલી ગામે સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

11થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવની જાહેરાત કરી છે, જે અંતર્ગત દેશમાં વધુને વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવાનો ઉદ્દેશ છે. દેશમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અનેક રાજ્યોએ કોરોનાને કાબૂમાં લેવા માટે રાત્રિ કરફ્યૂ પણ અમલમાં મુક્યું છે.

ABOUT THE AUTHOR

...view details