- લગભગ 200 વર્ષ જૂની હિંગોટ યુદ્ધની પરંપરા આ વર્ષે પણ ન થઈ
- કોરોનાની ત્રીજી લહેરની આશંકાના કારણે તંત્રએ આ યુદ્ધ ન થવા દીધું
- ગયા વર્ષે પણ કોરોનાના કારણે આ યુદ્ધને રોકી દેવાયું હતું
ઈન્દોરઃ દિવાળીના બીજા દિવસે ઈન્દોરના ગૌતમપુરામાં યોજાનારું હિંગોટ યુદ્ધ (Hingot War) છેવટે બીજા વર્ષે પણ ટળી ગયું હતું. જોકે, સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યે આ પરંપરાને ચાલુ રાખવા માટે લોકોને આહ્વાન કર્યું હતું, જેના કારણે પોલીસ તંત્રને યુદ્ધ રોકવા માટે ગૌતમપુરામાં 2 દિવસ રહેવું પડ્યું હતું. સાંજે હિંગોટની બંને ટીમ સામસામે ન ઉતરે. તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસે માર્ચ પોસ્ટ (Police March Post) પણ કરી હતી. જોકે, કેટલાક લોકોએ તો ઘરમાંથી પણ હિંગોટ છોડ્યા હતા, પરંતુ પોલીસે તેની પર ધ્યાન આપ્યું નહતું.
ઈન્દોરના પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધમાં ક્ષેત્રના 2 ગામની 2 ટીમ મેદાનમાં ઉતરે છે
જોકે, ઈન્દોરના ગૌતમપુરામાં (Gautampura of Indore) દિવાળીના બીજા દિવસે ધોક પડવા પર પરંપરાગત રીતે હિંગોટ યુદ્ધ છેલ્લા 200 વર્ષથી થતું રહ્યું છે. ગોટમાર મેળાની જેમ જ ઈન્દોરના પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધમાં (Hingot War) ક્ષેત્રના 2 ગામની 2 ટીમ મેદાનમાં ઉતરે છે, જે એક બીજા પર સળગતા હિંગોટથી હુમલો કરે છે. આ આયોજનમાં રોકેટની જેમ હિંગોટ સળગતું બીજી ટીમના સભ્યો પર પડે છે, જેનાથી અનેક લોકોની આંખમાં ઈજા પહોંચવાથી ખરાબ પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત દર વર્ષે કેટલાક લોકો અહીં હિંગોટના કારણે ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા.
યુદ્ધ જોવા માટે આવે છે હજારો લોકો
પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધને જોવા માટે ઈન્દોર અને આસપાસથી હજારો લોકો દાયકાઓથી જોડાયેલા રહ્યા છે. ગયા વર્ષે કોરોના સંક્રમણના (Corona Virus) કારણે આ હિંગોટ યુદ્ધ ટળી (Hingot War) ગયું હતું. જોકે, આ વખતે આશા હતી કે, દર વર્ષની જેમ દિવાળીના બીજા દિવસે આ આયોજન થશે, પરંતુ સ્થાનિક તંત્ર અને પોલીસે સ્પષ્ટ કરી દીધું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની (Third Wave of Corona Virus) આશંકાના કારણે આ કાર્યક્રમ નહીં થાય.
સવારથી પોલીસે હિંગોટ મેદાનને છાવણીમાં ફેરવી દીધું હતું
તેમ છતાં ધારાસભ્યના આહ્વાનના કારણે ગૌતમપુરાના તંત્ર અને પોલીસને આશંકા હતી કે, સાંજે કે રાત્રે કોઈકને કોઈક હિંગોટ લઈને હિંગોટ મેદાનમાં (Hingot Ground) યુદ્ધ માટે પહોંચી શકે છે. આ માટે સવારથી જ તંત્રએ સમગ્ર મેદાનને જ છાવણી બનાવી દીધી હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ તંત્રએ ધામા નાખ્યા હતા. ત્યારબાદ પોલીસે ફ્લેગ માર્ચ પણ યોજી હતી. પોલીસની સક્રિયતાના કારણે કોઈ પણ મેદાનમાં નહતું પહોંચ્યું.
આ પણ વાંચો-વિજાપુરના કુકરવાડા ગામે કાળી ચૌદસની 200 વર્ષ જૂની શેરડીની માંડવીની પરંપરા
વર્ષો જૂની પરંપરા હિંગોટ યુદ્ધ
સમગ્ર દેશમાં ફક્ત ઈન્દોરના ગૌતમપુરામાં દિવાળીના આગલા દિવસે ધોક પઢવા પર પ્રસિદ્ધ હિંગોટ યુદ્ધની (Hingot War) પરંપરા રહી છે. ગૌતમપુરામાં પરંપરા અનુસાર, આ વર્ષે દિવાળીના આગલા દિવસે પડવા પર સાંજે હિંગોટ યુદ્ધ રમાય છે. આમાં તુર્રા (ગૌતમપુરા) અને કલગી (રૂણજી)ના દળ સામસામે એકબીજા પર હિંગોટ (અગ્નિબાણ) ફેંકે છે. આ અગ્નિબાણ હિંગોરિયાના ઝાડ પર લાગતા હિંગોટ ફળથી બનાવવામાં આવે છે.