- સરકાર રદ્દ કરે કાળો કાયદો : રાહુલ ગાંધી
- 'ચર્ચા કરવાથી નહીં ચાલે કામ'
- વિપક્ષે આપ્યું ખેડૂતોને સમર્થન
ન્યૂઝ ડેસ્ક: કૃષિ દાયદોના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓનું એક દળ શુક્રવારે જંતર મંતર પહોંચ્યું છે. વિપક્ષના નેતાઓના આ દળમાં લગભગ તમામ વિપક્ષના નેતાઆ જોડાયા હતાં. બપોરે 12:30 વાગ્યા આસપાસ સંસદથી એક પ્રતિનીધિ મંડળશ બસ મારફતે જંતર મંતર પહોંચ્યા હતાં. જંતર મંતર પર કિસાન સંસદ ચાલી રહી છે. આ ખેડૂતો નવા ખેડૂત કાયદા સામે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી જંતર-મંતર પર સંસદ લગાવે અને સરકાર સામે આ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યાં છે. સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વિપક્ષ ખેડૂતોના સમર્થનમાં જંતર - મંતર પહોંચ્યું છે. અહીંયા વિપક્ષ સમગ્ર દેશના ખેડૂતોને પોતાનું સંપૂર્ણ સમર્થન આપે છે. રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ત્રણેય કાયદાઓને રદ્દ કરવા જ પડશે. આ મુદ્દે ચર્ચા કરવા માત્રથી કામ નહીં ચાલે.