ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આવશ્યક સેવાઓ મેળવવા માટે આધારકાર્ડની જરૂરી નહિ : UIDAI - આધારકાર્ડની જરૂરી

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, જે લાભાર્થી પાસે આધારકાર્ડ ન હોય તેને સેવા અને લાભથી વંચિત રાખી શકાશે નહિ.

આધારકાર્ડ
આધારકાર્ડ

By

Published : May 16, 2021, 10:08 AM IST

  • UIDAIએ જણાવ્યું આધારકાર્ડ ન હોય તેને લાભથી વંચિત રાખી શકાશે નહિ
  • 18થી 44 વર્ષની વય જૂથમાં રહેલા દરેકને રસી મળશે
  • આધારના અભાવે રસી, દવાઓ , હોસ્પિટલમાં દાખલ થવું સારવારથી વંચિત ન રાખી શકાય

નવી દિલ્હી :યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ શનિવારે કહ્યું કે રસીકરણ, દવા આપવી, હોસ્પિટલમાં દાખલ થવું અથવા કોઈ પણ વ્યક્તિને સારવાર પૂરી પાડવી તે નકારી શકાય નહીં કારણ કે, તેમની પાસે આધારકાર્ડ નથી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આધારકાર્ડનો ઉપયોગ જરૂરી સેવાઓ પૂરી પાડવાનો ઇનકાર કરવાના બહાનું તરીકે ન કરવો જોઇએ. દેશમાં કોરોનાની બીજી લહેરમાંં UIDAIનું નિવેદન નોંધપાત્ર છે.

આધારકાર્ડ ન હોય તો આધાર એક્ટ હેઠળની સેવાથી વંચિત રાખી શકાય નહિ

UIDAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આધારના કેસમાં સુસ્થાપિત અપવાદ છે, જે 12 અંકની બાયમેટ્રિક આઈડીની ગેરહાજરીમાં સેવા અને લાભ પહોંચાડવા સુનિશ્ચિત કરવા માટે અનુસરવા આવશ્યક છે. તેમાં કહેવામાં જણાવ્યું છે કે, જો કોઈ નાગરિક પાસે કોઈ કારણોસર આધારકાર્ડ નથી. તો તેને આધાર એક્ટ હેઠળની સેવાથી વંચિત રાખી શકાશે નહિ.

આ પણ વાંચો : આણંદ જિલ્લામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રોની જાણો પરિસ્થિતિ

આધારના અભાવને લીધે સારવારથી વંચિત રાખી શકાય નહીં

આધારકાર્ડના અભાવને કારણે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યક સેવાઓથી વંચિત હોવાના અહેવાલોની વચ્ચે, UIDAIએ સ્પષ્ટ કર્યું હતું કે, આધારના અભાવને લીધે કોઈને પણ રસી, દવાઓ પ્રદાન કરવી, હોસ્પિટલમાં દાખલ થવું અથવા સારવારથી વંચિત રાખી શકાય નહીં.

આ પણ વાંચો : કોરોનાની સારવાર અમદાવાદમાં કરાવવા માટે લોકલ આધારકાર્ડ ફરજિયાત

18થી 44 વર્ષની વય જૂથમાં દરેક પોતાને અને પરિવારના સભ્યોને રસી આપી શકે

13 મેના રોજ ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ કોરોના રસીકરણ અંગેનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને યુપીમાં કોરોના રસીકરણ માટે આધારકાર્ડ ફરજિયાત હતું. હવે યુપીમાં સ્થાનિક રહેવાસીઓ અને કોરોના રસીકરણ માટે આધારકાર્ડની કોઈ મજબૂરી રહેશે નહીં. હવે યુપીમાં રહેવાના કોઈપણ દસ્તાવેજોને રસી આપવામાં આવશે. 18થી 44 વર્ષની વય જૂથમાં રહેતા દરેક પોતાને અને પરિવારના સભ્યોને રસી આપી શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details