ગુજરાત

gujarat

ETV Bharat / bharat

12થી 14 વર્ષના બાળકોના રસીકરણ અંગે હજુ કોઈ નિર્ણય નથીઃ આરોગ્ય મંત્રાલય - vaccination for 12 to 14 yrs children

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Ministry of Health) અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે, 12થી 14 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણ (vaccination for children of age group 12 to 14 yrs) અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

vaccination for children
vaccination for children

By

Published : Jan 18, 2022, 10:57 AM IST

નવી દિલ્હી:દેશમાં 12થી 14 વર્ષની વય જૂથના બાળકો માટે એન્ટિ-કોરોના વાઈરસ રસીકરણ (vaccination for children of age group 12 to 14 yrs) ટૂંક સમયમાં શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. હાલમાં દેશમાં 15થી 18 વર્ષના કિશોરો અને પુખ્ત વયના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 12થી 14 વર્ષની વયજૂથની અંદાજિત વસ્તી 7.5 કરોડ છે. આવી જ વસ્તી તે કિશોરોની છે, જેમનું રસીકરણ હજુ ચાલુ છે.

12થી 14 વર્ષની વયના બાળકોનું રસીકરણ માર્ચમાં શરૂ થઈ શકે છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, 12થી 14 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણ (vaccination for 12 to 14 yrs children) અંગે હજુ નિર્ણય લેવાયો નથી. સોમવારે કેન્દ્ર સરકારના કોવિડ- 19 વર્કિંગ ગ્રૂપ (NTAGI)ના અધ્યક્ષ ડૉ. એન.કે.અરોરાએ (head of the NTAGI Dr N K arora statement) કહ્યું હતું કે, ભારતમાં 12થી 14 વર્ષની વયના બાળકોનું રસીકરણ માર્ચમાં શરૂ થઈ શકે છે. માર્ચ સુધીમાં 15થી 18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ પૂર્ણ થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં આગામી તબક્કામાં 12થી 14 વર્ષના બાળકોને રસી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

3.45 કરોડ કિશોરોનું થયું રસીકરણ

ડૉ. અરોરાના જણાવ્યા અનુસાર દેશમાં 15-18 વર્ષની વયના 7.5 કરોડ લોકો છે. તેમાંથી 3.45 કરોડ કિશોરોને કોરોનાની રસી મળી છે. કિશોરોને કોવેક્સિન આપવામાં આવી રહી હોવાથી તેમને 28થી 42 દિવસમાં રસીનો બીજો ડોઝ પણ આપવામાં આવશે. એટલે કે 15-18 વયજૂથનું રસીકરણ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી 12થી 14 વર્ષના બાળકોને રસીકરણ પૂરજોશમાં શરૂ કરી શકાય છે.

કિશોરોને ફેબ્રુઆરીમાં બીજો ડોઝ મળશે

ડો. અરોરાના જણાવ્યા અનુસાર 15થી 18 વર્ષની વયજૂથના કિશોરો રસીકરણ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે અને રસીકરણની આ ગતિને જોતા આ વયજૂથના બાકીના લાભાર્થીઓને જાન્યુઆરીના અંત સુધીમાં પ્રથમ ડોઝ મળવાની સંભાવના છે અને તે પછી તેનો બીજો ડોઝ ફેબ્રુઆરીના અંત સુધીમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે. અરોરાએ જણાવ્યું હતું કે, એકવાર 15-18 વર્ષની વય જૂથને રસી આપવામાં આવે તે પછી સરકાર માર્ચમાં 12-14 વર્ષની વય જૂથ માટે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે નીતિગત નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો: રનવે પર રી કાર્પેટીંગના કામને લીધે આજથી અમદાવાદ એરપોર્ટને 9 કલાક માટે કરાયું બંધ

આ પણ વાંચો: PM Modi Corona review : વડાપ્રધાન મોદી કોરોના અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક

ABOUT THE AUTHOR

...view details