તિરુવનંતપુરમઃ નિપાહ વાયરસ સંક્રમણ એક જૂનોટિક રોગ છે. જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. આ ઉપરાંત દુષિત ખોરાકથી પણ ફેલાય છે. કેરળના કોઝીકોડમાં 4 લોકો નિપાહ વાયરસના શિકાર બન્યા છે. આ 4 દર્દીઓમાંથી 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય દર્દીઓને સઘન સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેરળ આરોગ્ય પ્રધાન વિણા જ્યોર્જે કેરળ વિધાનસભામાં નિપા વાયરસના પ્રસારને રોકવા માટેની કામગીરી રજૂ કરી હતી.
Nipah Virus Updates: નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે, શું છે તેના લક્ષણો, કેરળની શું છે સ્થિતિ? જાણો વિગતો - 2 દર્દીના મૃત્યુ
દેશમાં ફરી એકવાર નિપાહ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ રાજ્યએ કેરળમાં દેખા દીધી છે. નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે, શું છે તેના લક્ષણો અને આ વાયરસથી બચવા કેવી કેવી સાવધાની રાખવી જોઈએ. નિપાહ વાયરસ વિશે વાંચો વિગતવાર
Published : Sep 13, 2023, 9:31 PM IST
43 વોર્ડ ક્વોરન્ટાઈન કરાયાઃ ચેન્નાઈના જીવ વૈજ્ઞાનિકો ઉપરાંત એનઆઈવી પૂનેની ટીમ કોઝિકોડ પહોંચી ગઈ છે. નિપાહ વાયરસ સંક્રમણના દર્દીઓને આપવામાં આવતી દવા મોનોક્લોનલ એન્ટિબોડીના પર્યાપ્ત જથ્થાની સૂચના આઈસીએમઆરને આપી દેવામાં આવી છે. કેરળના આરોગ્ય પ્રધાન જણાવે છે કે કોઝિકોડ જિલ્લાની 7 ગ્રામ સભાઓના 43 વોર્ડને ક્વોરન્ટાઈન કરી લેવામાં આવ્યા છે. બજારો અને દુકાનો બંધ કરી દેવાયા છે. શાળા બંધ કરીને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ શરૂ કરી દેવાઈ છે.
સંપર્કમાં આવેલા 168 નાગરિકોની ઓળખવિધિ થઈઃ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 168 નાગરિકોની ઓળખવિધિ પૂર્ણ કરી દેવાઈ છે. આ નાગરિકો પૈકી 127 તો આરોગ્ય કર્મચારીઓ છે. સમગ્ર જિલ્લામાં માસ્ક પહેરવાની સૂચના આપી દેવાઈ છે. કોઝિકોડમાં 2 આરોગ્ય કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. સંક્રમિત દર્દીઓની ટ્રાન્સફર માટે રૂટ મેપ તૈયાર કરાયો છે. સમગ્ર વિસ્તારના નાગરિકોને ઘરની અંદર રહેવાની સૂચના અપાઈ છે. જરૂરી ચીજવસ્તુના પર્યાપ્ત જથ્થા સાથે ઘરમાં રહેવાના આદેશ જારી કરાયા છે. (આઈએએનએસ)