- સાતમી વખત શપથ લેશે નીતીશ!
- ક્યારે-ક્યારે બન્યા બિહારના સીએમ
- બે દશકોમાં સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે નીતીશ
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનને બહુમત મળ્યા બાદ બધા લોકોની નજર સરકારના ગઠન પર છે અને એવી સંભાવના છે કે, દિવાળી બાદ આગામી સપ્તાહે નવી સરકારનું ગઠન થઇ શકે છે. સૂત્રો અનુસાર જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર એક વાર ફરીથી મુખ્ય પ્રધાન બનશે.
બિહારમાં સર્વાધિક સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે આગળ વધતા નીતીશ કુમાર આગામી સોમવારે (16 નવેમ્બર) અથવા તે બાદ શપથ ગ્રહણ કરી શકે છે. આ પહેલા નવેમ્બરના અંતમાં વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થવાને ધ્યાને રાખીને તે રાજ્યપાલને રાજીનામું મોકલી શકે છે.
બિહારમાં અત્યાર સુધી સર્વાધિક સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ શ્રીકૃષ્ણ સિંહના નામે છે, જે આ પદ પર 17 વર્ષ 52 દિવસ સુધી રહ્યા હતા. નીતીશ કુમાર આ પદ પર અત્યાર સુધી 14 વર્ષ 82 દિવસ સુધી રહી ચૂક્યા છે.
ક્યારે-ક્યારે બન્યા બિહારના સીએમ
- નીતીશે (તત્કાલિન સમતા પાર્ટીના નેતા) પહેલીવાર 3 માર્ચ, 2000 એ બિહારના મુખ્ય પ્રધાન રૂપે શપથ લીધી, પરંતુ બહુમત ન હોવા પર રાજીનામું આપવું પડ્યું હતું
- 24 નવેમ્બર 2005 માં બીજીવાર સીએમ પદની શપથ લીધી
- 26 નવેમ્બર 2010 એ ત્રીજીવાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા
- 22 ફેબ્રુઆરી 2015 એ ચોથીવાર મુખ્ય પ્રધાન બન્યા
- આરજેડી સાથે ગઠબંધનમાં 20 નવેમ્બર 2015 એ પાંચમી વખત મુખ્ય પ્રધાન બન્યા
- આરજેડી સાથે સંબંધ તોડ્યા બાદ બીજેપી સાથે ગઠબંધન કરીને 27 જુલાઇ 2017 એ છઠ્ઠી વખત CM બન્યા
બે દશકોમાં સાતમી વાર મુખ્ય પ્રધાન બનશે નીતીશ