પટના :નીતીશ સરકારને જાતિ ગણતરી પર મોટી રાહત મળી છે. બિહાર સરકાર હવે વસ્તી ગણતરી કરી શકશે. પટના હાઈકોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિરોધીઓની અરજી ફગાવી દીધી છે. જોકે, હવે વિરોધીઓ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.
સરકારને મોટી રાહત :પટના હાઈકોર્ટે જાતિ ગણતરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દીધી છે. હવે બિહાર સરકાર રાજ્યમાં જાતિ ગણતરી કરી શકે છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા 3 જુલાઈ 2023 થી સતત પાંચ દિવસ સુધી કોર્ટમાં કેસની સુનાવણી ચાલી હતી. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.વી.ચંદ્રનની ડિવિઝન બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
શું હતો મામલો ? નીતિશ કુમારની સરકારે ગયા વર્ષે જ બિહારમાં જાતિ ગણતરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 9 જૂન 2022 ના રોજ બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત ગણતરી હાથ ધરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 500 કરોડને સરકારે કેબિનેટમાં મંજૂરી આપી હતી. બિહારમાં 7 જાન્યુઆરી 2023 થી જાતિ ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. બીજા તબક્કાનું કામ 15 એપ્રિલથી શરૂ થયું હતું અને 15 મે સુધીમાં પૂર્ણ કરવાનું હતું.
હાઈકોર્ટે પ્રતિબંધ લાદ્યો :પટના હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા જાતિ અને આર્થિક સર્વે પર પ્રતિબંધ મૂક્યો હતો. આના પર પ્રતિબંધ મૂકીને કોર્ટે જાણવા માંગ્યું કે, શું જાતિના આધારે વસ્તી ગણતરી અને આર્થિક સર્વેક્ષણ કરવું કાયદાકીય જવાબદારી છે. કોર્ટ દ્વારા એ પણ પૂછવામાં આવ્યું હતું કે, શું આ અધિકાર રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે કે નહીં. આ સાથે કોર્ટે પૂછ્યું હતું કે, શું આનાથી સામાન્ય નાગરિકની ગોપનીયતાનું ઉલ્લંઘન થશે કે નહીં.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી :પટના હાઈકોર્ટના સ્ટે બાદ બિહાર સરકારે પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, પટના હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. તેથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.
- ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો, જાણો શું કહ્યું?
- Gandhinagar News : 18 દિવસ બાદ ફરી ગાંધીનગરમાં અકસ્માત, 4 વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત