- વિભૂતિની પત્ની નિતિકાએ પતિને આપેલું વચન પુરુ કર્યુ
- લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ થયા હતા શહિદ
- 29 મેંના રોજ તાલીમ પૂર્ણ કરી સૈન્યની વર્દી પહેરી
દહેરાદૂનઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલ (Major Vibhooti Dhaundiyal)ની પત્ની નિતિકા ઢૌંડિયાલ (Nitika Dhaundiyal) ભારતીય સેના (Indian Army)માં જોડાય ગયા છે. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા બાદ 18 ફેબ્રુઆરીએ સર્ચ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા મેજર વિભુતી ઢૌંડિયાલની પત્ની નીતિકાએ લગ્નના 1 વર્ષ પહેલા જ પોતાના પ્રેમને ગુમાવ્યો હતો. વીર શહિદ વિભૂતિની પત્નીએ વિભૂતિ ઢૌંડિયાલના અગ્નિસંસ્કાર સમયે જ તેમના પતિના શરીરને ચૂંબન કરી કહ્યું હતું કે, વિભૂતિ હું તમને પ્રેમ કરું છું, અને હું પણ તમારી જેમ સૈન્યમાં જોડાઈશ, આ મારું વચન છે. 19 ફેબ્રુઆરી 2019 ના રોજ દહેરાદૂનમાં મેજર વિભૂતિના નશ્વર અવશેષો પાસે ઉભા રહી તેમની પત્ની નીતિકાએ બોલેલા આ જોશીલા શબ્દોથી આખો દેશ રડ્યો હતો. આ એ શબ્દો છે જેનાથી એક સ્ત્રીની લાચારી પર એક વીરની પત્નીનું સાહસ દેખાઈ રહ્યુ હતુ.
આ પણ વાંચોઃએક સમયના વાયુસેનાના ઑફિસર આજે સામાન્ય જીવન જીવવા મજબૂર
29 મેંના રોજ તાલીમ પૂર્ણ કરી સત્તાવાર રીતે સૈન્યની વર્દી પહેરી
મેજર શહીદ વિભૂતિ ઢૌંડિયાલના પત્ની નીતિકા નોઈડામાં એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતી હતી. તેણીએ આ નોકરી છોડી ડિસેમ્બર 2019માં અલ્હાબાદમાં મહિલા વિશેષ પ્રવેશ યોજનાની પરીક્ષા આપી હતી. પરિક્ષામાં સ્ક્રીનીંગ ટેસ્ટ, સાયકોલોજિકલ ટેસ્ટ, ગ્રાઉન્ડ ટેસ્ટ, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ પાસ કર્યા હતા. આ પછી નીતિકાને ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (Officers Training Academy (OTA) નો કોલ લેટર મળ્યો હતો. આ પછી 29 મે 2021ના રોજ તાલીમ પૂર્ણ કરી નીતિકાએ સત્તાવાર રીતે સૈન્યની વર્દી પહેરી લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં જોડાય ગઈ છે.