- નીરવ મોદીએ લંડનની કોર્ટમાં ભારત વિરૂદ્ધ અરજી કરવામાં આવી
- 2 અબજ ડોલરના કૌભાંડનામાં નિરવ મોદી આરોપી
- હાલ લંડનની જેલમાં બંધ
લંડન: ભારતના હીરાના વેપારી નીરવ મોદી(Nirav Modi)એ લંડનની હાઇકોર્ટમાં મંગળવારે ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ નવી અરજી કરી છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 2 અબજ ડોલરના કૌભાંડમાં મની લોન્ડરીંગ અને છેતરપિંડીના આરોપ હેઠળ ભારતમાં તેની સામે કેસ ચલાવવામાં આવશે.
અરજી ના મંજૂર
દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડસવર્થ જેલમાં બંધ 50 વર્ષીય હીરા વેપારીને ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં કરેલી અરજીના પહેલા તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યાયાધીશે તેમની અરજી 'લેખિતમાં' નામંજૂર કરી હતી.નીરવ મોદીના વકીલોએ યુકેના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ દ્વારા રજૂ કરાયેલા પ્રત્યાર્પણના હુકમ સામે અરજી દાખલ કરવા મંજૂરી માટે દલીલો રજૂ કરવા 16 મી એપ્રિલના રોજ મૌખિક સુનાવણીની માંગણી કરીને નવી અરજી રજૂ કરવા માટે પાંચ દિવસનો સમય હતો.
આ પણ વાંચો : નિરવ મોદીએ નકલી ડિરેક્ટરને જાનથી મારી નાખવાની આપી ધમકી