- કોરોના મહામારી વચ્ચે નિપાહ વાઈરસ પણ હવે પગપેસારો કરી રહી રહ્યો છે
- કેરળમાં નિપાહનો સૌથી પહેલો મામલો કોઝિકોડથી વર્ષ 2018માં સામે આવ્યો હતો
- વર્ષ 2019માં કોચ્ચિથી અને વર્ષ 2021માં કોઝિકોડથી નિપાહ વાઈરસનો કેસ સામે આવ્યો હતો
તિરુવનંતપુરમઃ કોરોના મહામારી વચ્ચે નિપાહ વાઈરસ પણ હવે પગપેસારો કરી રહી રહ્યો છે. કેરળમાં નિપાહનો સૌથી પહેલો મામલો કોઝિકોડથી વર્ષ 2018માં સામે આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2019માં કોચ્ચિથી અને વર્ષ 2021માં કોઝિકોડથી નિપાહ વાઈરસનો કેસ સામે આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, નિપાહથી અત્યાર સુધી 22 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે હજી પણ કોઈ કેસમાં સોર્સ જાણવા નથી મળ્યું. વર્ષ 2018માં કોઝિકોડમાં પેરામ્બ્રાના મોહમ્મદ સાબિથ આ બીમારીનો પહેલો શિકાર થયા હતા. પછી સબિથના સંપર્કમાં આવનારા લોકો પણ સંક્રમિત થયા હતા. એવું માનવામાં આવે છે કે, ફળ ખાનારા ચામાચીડિયા નિપાહ વાઈરસના વાહક અને સ્ત્રોત છે.
આ પણ વાંચો-કેન્દ્રીય ટીમે નિપાહ વાઇરસથી મૃત્યુ પામેલા બાળકના પરિવારની લીધી મુલાકાત
ચામાચીડિયાથી નીકળેલા વાઈરસે માણસોને સંક્રમિત કર્યા કે નહીં તે જાણવા નથી મળ્યું
આ સમગ્ર મામલા પર રાજીવ ગાંધી બાયોટેકનોલોજી સેન્ટરના વૈજ્ઞાનિક ડોક્ટર શ્રીકુમારે વિસ્તૃતમાં જણાવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, વર્ષ 2018માં કોઝિકોડમાં પેરામ્બ્રાના મોહમ્મદ સાબિથ આ બીમારીનો પહેલો શિકાર થયા હતા. પછી સબિથના સંપર્કમાં આવનારા લોકો પણ સંક્રમિત થયા હતા. એવું માનવામાં આવે છે કે, ફળ ખાનારા ચામાચીડિયા નિપાહ વાઈરસના વાહક અને સ્ત્રોત છે. ત્યારબાદ આ ક્ષેત્રોમાં ચામાચીડિયાની વિસ્તૃત તપાસ કરવામાં આવી અને નમૂનામાં વાઈરસની હાજરી જોવા મળી હતી. જોકે, એ જાણવા નહતું મળી શક્યું કે, ચામાચીડિયાથી નીકળેલા વાઈરસે માણસોને સંક્રમિત કર્યા કે નહીં.
આ પણ વાંચો-કેરળ: શંકાસ્પદ નિપાહ વાયરસ ચેપના કારણે 12 વર્ષનાં બાળકનું મોત
આરોગ્ય વિશેષજ્ઞોએ આપી હતી વારંવાર ચેતવણી
સૌથી મોટી મુશ્કેલ સંક્રમણના સ્ત્રોતની પુષ્ટિ કરવામાં હતી. કારણ કે, બીમારીનું નિદાન કરવા પહેલા જ પણ પીડિતનું મૃત્યુ થઈ ગયું હતું. નિપાહ વાઈરસના મુખ્ય સ્ત્રોતની ઓળખ કરવાનો હજી પણ અભ્યાસ ચાલુ છે. આપને જણાવી દઈએ કે, આરોગ્ય વિશેષજ્ઞોએ કેરળમાં વારંવાર નિપાહ વાઈરસ સંક્રમણની સંભાવનાની ચેતવણી આપી હતી.
ખતરનાક છે નિપાહ
નિપાહના નવા કેસે કેરળના આરોગ્ય વિભાગને પડકાર આપ્યો છે. કારણ કે, કેરળ પહેલાથી જ કોરોના સંક્રમણને ડામવા પ્રયત્ન કરી રહ્યું છે. નિપાહ ખૂબ જ ખતરનાક વાઈરસ માનવામાં આવે છે અને આનો મૃત્યુદર પણ ખૂબ વધુ છે.
લક્ષણ
તાવ, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થવું આ તમામ તેના લક્ષણ છે. ઉધરસ, પેટમાં દુખાવો, જી મિચલાના, ઉલ્ટી, થાક અને ધૂંધળું દેખાવું પણ અનેક રોગીઓમાં જોવા મળે છે.
ઉષ્માયન અવધિ
મનુષ્યમાં વાઈરસના પ્રવેશ કરવાના 4થી 14 દિવસોની અંદર લક્ષણ જોવા મળે છે. કેટલાક કેસમાં ઉષ્માયન અવધિ 21 દિવસો સુધી હોઈ શકે છે. લક્ષણ દેખાવાના એક કે બે દિવસની અંદર જ રોગી કોમામાં જતો રહે છે. વાઈરસ માથા અને ફેફસાં પર હુમલો કરે છે. જ્યારે લક્ષણ દેખાયા પછી વાઈરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિશનના માધ્યમથી ફેલાય છે.
વધુ પડતી સાવધાની રાખવાની આવશ્યકતા
નિપાહ વાઈરસમાં ખૂબ જ ઝડપથી ફેલાવવાની ક્ષમતા છે. આ માટે આ બીમારીને ફેલવાથી રોકવા માટે વધુ પડતી સાવધાની રાખવી પડશે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, નિપાહ વાઈરસ ફળ ખાનારા ચામાચીડિયાની જાતોથી ફેલાય છે. આ માટે પોતાના ક્ષેત્રોમાં ચામાચીડિયાની ઉપસ્થિતિથી સાવધાન રહેવું જોઈએ અને ચામાચીડિયાએ ખાધેલા ફળ ન ખાવા જોઈએ. તાડી જેવા ચામાચીડિયાનું પસંદનું ભોજન છે અને વૃક્ષો પર રાખેલી તાડીના વાસણોથી તાડી પીવાથી સાવધાન રહેવું જોઈએ. આ પ્રકારે કેળા અમૃત ચામાચીડિયાનું પ્રિય ભોજન છે અને કેળા અમૃતનું સેવનથી દૂર રહેવું જોઈએ.
દર્દીઓએ ઉપયોગ કરેલી સામગ્રી અલગ રાખવી
ફળ અને શાકભાજીઓને ખાતા પહેલા સારી રીતે ધોવા જોઈએ. માસને સારી રીતે પકાવવું જોઈએ. કારણ કે, નિપાહ જાનવરોને પણ સંક્રમિત કરે છે. રોગીઓની દેખરેખ કરનારા લોકોએ પણ ખૂબ જ સાવધાન રહેવું પડશે અને રોગીઓના શરીરે તરલ પદાર્થના સંપર્કમાં ન આવવું જોઈએ. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને હાથની સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વની છે. દર્દીથી ઓછામાં ઓછા 1 મીટરની દૂરી બનાવીને રાખવી જોઈએ. રોગી દ્વારા ઉપયોગમાં લેવાયેલી સામગ્રીને કિટાણુરહિત કરીને અલગ રાખવી જોઈએ.
નિપાહથી થનારા રોગનું પરિક્ષણ
આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR Test)ના માધ્યમથી નિપાહ વાઈરસની હાજરીની પુષ્ટિ કરવામાં આવે છે. પરિક્ષણ માટે ગળા અને નાક કે કરોડરજ્જુના દ્રવના નમુનાથી લેવામાં આવેલા સ્વેબનો ઉપયોગ કરવામાં આવે છે. એલિસા પરિક્ષણનો ઉપયોગ વાઈરસ સામે રક્તમાં એન્ટિબોડી જાણવા માટે પણ કરવામાં આવે છે. જાણકારી અનુસાર, હવે પરિક્ષણ પુણે અને મણિપાલમાં વાયરોલોજી લેબમાં કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં કેરળમાં પરિક્ષણ કરવા માટે કોઈ સુવિધા નથી.
વાઈરસના પ્રચારને રોકવા માટે પ્રોટોકોલનું કરો પાલન
નિપાહની સારવાર અને રોકવા માટે આરોગ્ય વિભાગે પ્રોટોકોલ બનાવ્યો છે. તમામ લોકોએ આ નિર્દેશોનું પાલન કરવું જોઈએ. આપને જણાવી દઈએ કે, સંક્રમિતના મૃતદેહથી પણ નિપાહ ફેલાઈ શકે છે. આ માટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા સમયે દિશા-નિર્દેશોનુું કડકાઈથી પાલન કરવું જોઈએ. જે લોકો મૃતદેહને સંભાળે છે. તેમણે પીપીઈ કિટ (PPE Kit) પહેરવી જોઈએ અને એ નક્કી કરવું જોઈએ કે, મૃતકનું શરીર પર તરલ પદાર્થના સંપર્કમાં ન આવે. મૃત શરીરને અડવું જ જોઈએ. જ્યારે અંતિમ સંસ્કારમાં શામેલ થનારા લોકોની સંખ્યાને પણ ઓછી રાખવી જોઈએ. અંતિમ સંસ્કારમાં સામેલ થનારા તમામ લોકોએ ન્હાવાના સાબુથી સ્નાન કરવું જોઈએ.
કેરળના આરોગ્ય વિભાગનું માનવું છે કે, કોરોનાના કારણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તમામ લોકો માટે ફરજિયાત છે. આ માટે તેના ફેલવાની સંભાવના ઓછી થઈ છે. વર્તમાનમાં કોઝિકોડમાં લક્ષણોવાળા 8 વ્યક્તિઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. 251 વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાંથી 32 વ્યક્તિ હાઈ રિસ્ક કેટેગરીમાં છે. વર્ષ 2018 અને વર્ષ 2019માં નિપાહ સંક્રમણથી સફળતાપૂર્વક સામનો કરવામાં કેરળનો અનુભવ આ વર્ષે પણ કામ આવશે.