ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bathukamma Festival : તેલંગાણામાં શરુ થયેલા નવ દિવસના બથુકમ્મા તહેવારની રસપ્રદ માહિતી અહીં જાણો - ફૂલોની પૂજા કરવાની અનોખી પરંપરા

આપણો દેશ વિવિધતાભરી એકતાનો દેશ છે. દક્ષિણી રાજ્ય તેલંગાણામાં શરુ થયેલા નવ દિવસના બથુકમ્મા તહેવારની રસપ્રદ માહિતી અહીં જાણો. જેમાં ફૂલોનો ઉત્સવ અને તેલંગાણાની સાંસ્કૃતિક પરંપરાઓનો ખૂબ સુદર પરિયચ કરાવે છે.

Bathukamma Festival : તેલંગાણામાં શરુ થયેલા નવ દિવસના બથુકમ્મા તહેવારની રસપ્રદ માહિતી અહીં જાણો
Bathukamma Festival : તેલંગાણામાં શરુ થયેલા નવ દિવસના બથુકમ્મા તહેવારની રસપ્રદ માહિતી અહીં જાણો

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 6:47 PM IST

હૈદરાબાદ : મુખ્ય પ્રધાન કેસીઆરએ તેલંગાણાની મહિલાઓ અને યુવતીઓને ' બથુકમ્મા ' તહેવારની શુભેચ્છાઓ આપી છે. બથુકમ્મા એક તહેવાર જ્યાં ફૂલોને દેવી તરીકે પૂજવામાં આવે છે. તે તેલંગાણાના સ્વાભિમાન અને અનન્ય સાંસ્કૃતિક અસ્તિત્વનું પ્રતીક બની ગયું છે. તેમણે કહ્યું કે બથુકમ્મા ઉત્સવ રાજ્યના તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર તેલંગાણાની સાંસ્કૃતિક પરંપરાઓ માટે ખૂબ આદર ધરાવે છે. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને ' બથુકમ્મા ' તહેવાર નિમિત્તે મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બથુકમ્મા કુદરત સાથે જોડાયેલો ખાસ તહેવાર છે. તેમણે કહ્યું કે તેલંગાણાની મહિલાઓ માટે આ જીવનભરની ઉજવણી છે.

પુષ્પ ઉત્સવ :બથુકમ્મા એ તેલંગણાની મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો પુષ્પ ઉત્સવ છે. આ ઉત્સવ 14 ઓક્ટોબરે પિતૃ અમાવસ્યાથી શરૂ કરીને નવ દિવસ સુધી ઉજવવામાં આવશે. તે મહાલય અમાવસ્યાના દિવસે શરૂ થાય છે અને નવ દિવસના ઉત્સવો 'સદ્દુલા બથુકમ્મા' અથવા 'પેદ્દા બથુકમ્મા' સાથે સમાપ્ત થશે.

માતા અને બહેનો માટે ફૂલો લાવે છે ભાઈ : તેલુગુમાં 'બથુકમ્મા' નો અર્થ થાય છે 'માતા દેવી જીવંત'. બાથુકમ્મા એક સુંદર ફૂલોનો ગંજ છે, જે મંદિર ગોપુરમના આકારમાં સાત કેન્દ્રિત સ્તરોમાં ઔષધીય મૂલ્યો સાથે વિવિધ અનન્ય મોસમી ફૂલો સાથે ગોઠવાયેલો હોય છે. સામાન્ય રીતે ભાઈઓ જ તેમની માતા અને બહેનોને 'બથુકમ્મા' ગોઠવવા માટે ફૂલો લાવે છે.

પરંપરાગત પહેરવેશ અને સાજસજ્જા :ઐતિહાસિક રીતે 'બથુકમ્મા' નો અર્થ 'જીવનનો તહેવાર' થાય છે. તે ડેક્કન પ્રદેશમાં સ્ત્રીત્વની ઉજવણીને પણ ચિહ્નિત કરે છે, જે દરમિયાન તેલંગાણાની સ્ત્રીઓ પરંપરાગત સાડીઓ ઘરેણાં અને અન્ય એસેસરીઝ સહિત પહેરે છે. તો કિશોરવયની છોકરીઓ પોશાકની પરંપરાગત ઢબ દર્શાવવા માટે તેને ઘરેણાં સહિત અડધી સાડી પહેરે છે.

ફૂલોની પૂજા કરવાની અનોખી પરંપરા : તેલંગાણાના લોકો માટે 'બથુકમ્મા' તહેવાર ખૂબ જ ખાસ છે. પછી ભલે તે ગામ હોય કે શહેર. આ તહેવાર નવ દિવસ સુધી રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉત્સવના પ્રથમ દિવસની શરૂઆત 'એંગિલી પુવવુલા બથુકમ્મા' થી થાય છે. અંતિમ દિવસ 'સદ્દુલા બથુકમ્મા' સાથે સમાપ્ત થાય છે. "મહિલાઓ ફૂલો અર્પણ કરીને દેવીદેવતાઓની પૂજા કરે છે. પરંતુ બથુકમ્મા ફૂલોની પૂજા કરવાની અનોખી પરંપરા છે. આ તહેવારની વિશેષતા એ છે કે તાંગેડુ, ગુનુગુ, કટલા અને ગુમ્માડી જેવા ફૂલોથી સુંદર 'બથુકમ્મા' બનાવવી.

  1. Diwali 2023: દિવાળીમાં હવે કેમિકલ કલરની જગ્યાએ બનાવો ફૂલ પાંદડાની રંગોળી, જુઓ
  2. Badrinath Dham: ગલગોટાના ફૂલો અને સુંદર રોશનીથી ઝગમગી ઉઠ્યું બદ્રીનાથ ધામ
  3. નામ કમાવવા માટે કોઈ ફુલ ખીલતું નથી, મહેક વગરના ફૂલોઓએ રસ્તા પર સુંદરતા વેરી

ABOUT THE AUTHOR

...view details