નવી દિલ્હી: નીરા રાડિયા ટેપ કેસમાં, ભૂતપૂર્વ કોર્પોરેટ લોબીસ્ટને મોટી રાહત (Big relief to Neera Radia) મળી છે. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CBI)ની તપાસમાં નીરા રાડિયા (CBI investigating Neera Radia case) ટેપ કેસમાં (Neera Radia tape case) તેની વિરુદ્ધ કોઈ ગુનાહિત પુરાવા(Cleancheat to Neera Radia) મળ્યા નથી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે, ભૂતપૂર્વ કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયા વિરુદ્ધ રાડિયા, રાજકારણીઓ, વકીલો, પત્રકારો અને ઉદ્યોગપતિઓ વચ્ચેની વાતચીતની ટેપની સામગ્રીની તપાસમાં તેને કોઈ ગુનાહિત સંડોવણી મળી નથી.
કોણ છે રાડિયા?: નીરા મનોનનો (Neera Manon) જન્મ 19 નવેમ્બર 1960ના રોજકેન્યામાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા સુદેશ અને ઈકબાલ નારાયણ મેનન પહેલા કેન્યા અને પછી લંડન શિફ્ટ થયા. નીરાએ લંડનમાં જ અભ્યાસ કર્યો હતો અને વર્ષ 1981માં તેણે ગુજરાતી બિઝનેસમેન જનક રાડિયા સાથે લગ્ન કર્યા હતા. નીરા રાડિયાને 3 પુત્રો છે. નીરા રાડિયા વર્ષ 1994માંભારતઆવી હતી. નીરા રાડિયા અંકશાસ્ત્રમાં માને છે, ભારત આવીને તેણે પોતાનું નામ Niraથી બદલીને Niira કરી દીધું હતું.