ગુજરાત

gujarat

Gadkari Extortion Case: નીતિન ગડકરી ખંડણી કેસની તપાસ NIAને સોંપાઈ, એક આરોપીની ધરપકડ

By

Published : May 25, 2023, 7:30 PM IST

NIA હવે નીતિન ગડકરી ખંડણી કેસની તપાસ કરશે. આ કેસમાં પોલીસે એક આરોપી જયેશ પૂજારીની બેંગ્લોર જેલમાંથી ધરપકડ કરી છે. NIAની ટીમ જયેશ પૂજારીને કસ્ટડીમાં લઈ શકે છે.

Gadkari Extortion Case:
Gadkari Extortion Case:

નાગપુરઃકેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી ખંડણી કેસના આરોપી જયેશ પૂજારીની બેંગલુરુ જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIA હવે આ મામલાની તપાસ કરશે. આ મામલાની તપાસ માટે NIAની ટીમ આજે નાગપુર પહોંચે તેવી શક્યતા છે. સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે શક્ય છે કે NIA નાગપુર સેન્ટ્રલ જેલમાં બંધ આરોપી જયેશને કસ્ટડીમાં લેશે.

NIA તપાસ શરૂ કરશે: નાગપુર પહોંચ્યા પછી, NIA પોલીસ પાસેથી કેસ સંબંધિત તમામ દસ્તાવેજો લઈને તેની તપાસ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચમાં 110 કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી હતી. નાગપુર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે.

બેલગામ જેલમાંથી જયેશ પૂજારીની ધરપકડઃ આ કેસમાં નાગપુર પોલીસે બેલગામ જેલમાંથી જયેશ પૂજારી નામના ગેંગસ્ટરની ધરપકડ કરી છે. આ ધરપકડ બેલગામ જેલમાંથી જ કરવામાં આવેલી ફોન કોલ ડિટેઈલના આધારે કરવામાં આવી છે. નાગપુર પોલીસની તપાસમાં જયેશ પૂજારીના આતંકવાદી સંગઠનો સાથે જોડાણ અંગે મહત્વની કડીઓ મળી છે.

  1. New Parliament Building: નવા સંસદ ભવનનાં ઉદઘાટનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
  2. Sengol: આટલા દિવસો સુધી ક્યાં હતો સેંગોલ? તો પછી અચાનક લાઇમલાઇટમાં કેવી રીતે આવ્યો?

10 કરોડ રૂપિયાની ખંડણી:મંગળવારે સવારે નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં ત્રણ ધમકીભર્યા કોલ આવ્યા હતા. જેમાં ખંડણીની માંગણી કરવામાં આવી હતી. જેના પછી નાગપુર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આરોપીની શોધખોળ બાદ તપાસ ફરી બેલગામ જેલમાં પહોંચી છે. પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે પોલીસ એક યુવતીની પણ પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નાગપુરના ખામલા ખાતેના જનસંપર્ક કાર્યાલય પર મંગળવારે સવારે ત્રણ ધમકીભર્યા ફોન આવ્યા હતા. મળતી માહિતી મુજબ ધમકી આપનાર વ્યક્તિએ 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details