છપરાઃ બિહારના સારણ જિલ્લાના આવરી ગામમાં એનઆઈએની એક ટીમ દ્વારા અનેક છાપા મારવામાં આવ્યા છે. મોડી રાત સુધી આ છાપામારીની કાર્યવાહી ચાલતી રહી,પરંતુ અન્ય વિસ્તારના લોકો કે અગ્રણીઓને ગંધ સુદ્ધા આવી નહીં. આ છાપા પડશે તેવી જાણકારી સ્થાનિક મરહૌરા પોલીસ સ્ટેશનને પણ નહતી. એએનઆઈની ટીમે મરહૌરાના આવરી ગામમાં રેહતા બાબુલાલના ઘરે છાપામારી કરી હતી.
ANIની કાર્યવાહીઃ બાબુલાલ નક્સલી સંગઠન સાથે સંકળાયેલો હોવાની બાતમી એએનઆઈને મળી હતી. એએનઆઈને છાપામારી દરમિયાન નક્સલી સંગઠનના સભ્યપદની રસીદો મળી આવી હતી. આ રસીદો બાબુલાલ પાસે કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં પહોંચી હતી તેની સઘન પુછપરછ કરાઈ હતી. આ પુછપરછ સહિતની કાર્યવાહી અનેક કલાકો સુધી ચાલી હતી.
સંદિગ્ધ દસ્તાવેજો ઝડપાયાઃ છાપામારી દરમિયાન નક્સલી સંગઠનના સભ્યપદની રસીદોની પાંચ થપ્પી, મોબાઈલ તેમજ ડાયરીઓને જપ્ત કરી લેવાયા છે. એએનઆઈ દ્વારા બાબુલાલના ઘર તેમજ આસપાસના વિસ્તારની સઘન તપાસ કરાઈ છે. સ્થાનિકો કહે છે કે બાબુલાલ મહતો એક ગરીબ માણસ છે. તેની પાસે એક ઝુંપડી અને થોડી ખેતીલાયક જમીન છે અને તે ખેતી તેમજ માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
આ વિસ્તારમાં ANIની અનેક છાપામારીઃમરહૌરા થાના વિસ્તારના દેવ બહુઆરા જેવા ગામો પર એએનઆઈ ટીમની ખાસ નજર રહેતી હોય છે, કારણ કે આ ગામોમાં યુવાનો જાવેદ અને મુશ્તાક આંતકી સંગઠનોને હથિયાર પહોંચાડતા ઝડપાયા હતા. તેથી એએનઆઈ દ્વારા આ વિસ્તારોમાં વારંવાર છાપામારી કરવામાં આવે છે.
- NIA Raid In Thane: ISIS આતંકવાદી સંગઠનનો વધુ એક શંકાસ્પદ આતંકવાદી NIA દ્વારા ઝડપાયો
- NIA Raid: કચ્છમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહાયકના ઘરે NIAના દરોડા, મોટા ખુલાસાની વકી