- એન્ટિલિયા કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો
- NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન
- એન્ટિલિયા નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી આવી હતી
મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટકથી ભરેલા વાહનની તપાસ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કરી રહી છે.
NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન
NIAએ સ્કાર્પિયો, ઇનોવા બાદ હવે વિસ્ફોટક કેસમાં ત્રીજું વાહન જપ્ત કર્યું છે. હવે આ કેસમાં મર્સિડીઝ કાર દ્વારા જાહેર થવાની સંભાવના છે.
એન્ટિલિયા કેસમાં NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન આ પણ વાંચો: શંકાસ્પદ ગાડી કેસઃ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા
NIA કરી રહી છે સમગ્ર તપાસ
આ કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સંપૂર્ણ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. આ દરમિયાન NIAને CSMT સ્ટેશનની બહાર મર્સિડીઝ કારમાં બેઠેલા મનસુખ હિરેનના ફૂટેજ મળ્યા છે. આવી સ્થિતિમાં મર્સિડીઝ કારની તપાસનો એક મહત્વપૂર્ણ કળી હશે.
એન્ટિલિયા નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી આવી હતી
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ મુંબઈના અંબાણીનું બહુમાળી મકાન 'એન્ટિલિયા' ની નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી હતી. કારના માલિક તરીકે મનસુખ હિરેનની ઓળખ થઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. NIA આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: એન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ