ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એન્ટિલિયા કેસ: NIAએ ક્લબના માલિકની કરી પૂછપરછ, 8મી કાર પકડાઇ - વિસ્ફોટક સામગ્રી મળી આવ્યું

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક SUV મળી આવી હતી અને તેમાં વિસ્ફોટક સામગ્રી મળી આવ્યાના મામલાની તપાસના સંદર્ભમાં કુલ 8 વાહનોને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NAI) દ્વારા કબજે કરવામાં આવ્યા છે. હાલ આ કેસની NIA દ્વારા તપાસ ચાલું છે.

એન્ટિલિયા કેસ: NIAએ ક્લબના માલિકની કરી પૂછપરછ, 8મી કાર પકડાઇ
એન્ટિલિયા કેસ: NIAએ ક્લબના માલિકની કરી પૂછપરછ, 8મી કાર પકડાઇ

By

Published : Apr 3, 2021, 10:03 AM IST

Updated : Apr 3, 2021, 2:29 PM IST

  • મુંબઈની એક હોટલની અંદર સોશિયલ ક્લબની તલાશી લીધી હતી
  • આ કેસમાં વાજે દ્વારા ઓછામાં ઓછા 8 વાહનો વાપરવામાં આવ્યાં હતાં
  • તપાસ દરમિયાન એજન્સી દ્વારા પકડાયેલી આ 3જી મર્સિડીઝ કાર

મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક SUV મળી આવ્યાની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA ) એ એક ક્લબના માલિકનું નિવેદન નોંધ્યું છે. બીજી મર્સિડીઝ કાર પણ કબજે કરી છે અને તેમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આ માહિતી અધિકારીએ જણાવી હતી.

આ પણ વાંચો:એન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા

NIAએ સોશિયલ ક્લબની તલાશી લીધી

એજન્સીએ શુક્રવારે, દક્ષિણ મુંબઈની એક હોટલની અંદર સોશિયલ ક્લબની તલાશી લીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, NIA ક્લબના માલિકની ક્રિકેટ બુકી નરેશ ગૌર અને સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે સાથે સબંધની તપાસ કરી રહી છે. વિડીયો ક્લબનો માલિક સવારે 11 વાગ્યે NIA ઑફિસ જતો હતો અને સાંજે 4:50 વાગ્યાની આસપાસ બહાર આવતો નજરે પડ્યો હતો.

એજન્સી દ્વારા 3જી મર્સિડીઝ કાર ઝડપાઇ

સસ્પેન્ડ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેના કથિત સાથી ગૌર અને શિંદેને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દિવસ દરમિયાન મર્સિડીઝ કારને NIA ઑફિસ લાવવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું છે કે, તપાસ દરમિયાન એજન્સી દ્વારા પકડાયેલી આ 3જી મર્સિડીઝ કાર છે. ગયા મહિને આ કેસમાં ધરપકડ કરાયેલ વાજે દ્વારા ઓછામાં ઓછા 8 વાહનો વાપરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો:મુંબઈના એન્ટિલિયા કેસમાં પાટણના કિશોર ઠક્કરની ધરપકડ

રિયાઝુદ્દીન કાઝી અને પ્રકાશ હોવલ NIA સમક્ષ હાજર

મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં વાજેના પૂર્વ સહયોગી અને સહાયક નિરીક્ષક રિયાઝુદ્દીન કાઝી અને પ્રકાશ હોવલ NIA સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન, બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. NIA અંબાણીના ઘર નજીક SUV પાર્ક કરેલી કારમાં વિસ્ફોટક પદાર્થ ધરાવતા અને ઉદ્યોગપતિ હિરેનની હત્યાના મામલાની તપાસ કરી રહી છે.

NIA કરી રહી છે સમગ્ર તપાસ

આ કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સંપૂર્ણ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. આ દરમિયાન NIAને CSMT સ્ટેશનની બહાર મર્સિડીઝ કારમાં બેઠેલા મનસુખ હિરેનના ફૂટેજ મળ્યા છે. આવી સ્થિતિમાં મર્સિડીઝ કારની તપાસનો એક મહત્વપૂર્ણ કળી હશે.

એન્ટિલિયા નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી આવી હતી

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ મુંબઈના અંબાણીનું બહુમાળી મકાન 'એન્ટિલિયા' ની નજીક 25 ફેબ્રુઆરીના રોજ સ્કોર્પિયો કારની અંદર જિલેટીન સ્ટિક મળી હતી. કારના માલિક તરીકે મનસુખ હિરેનની ઓળખ થઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. NIA આ કેસની તપાસ કરી રહી છે.

મીથી નદીમાંથી NIAને મળી હતી નંબર પ્લેટ

NIAને મીથી નદીમાંથી જે નંબર પ્લેટ મળી હતી તે ઔરંગાબાદની હતી. જે વિજય નાડે નામના વ્યક્તિની ઇકો કારની હતી. આ ગાડી 16 નવેમ્બર, 2020ના રોજ ચોરાઇ હતી. CCTVમાં એક એવું પણ સામે આવ્યું કે સિગ્નલ પાસેથી સાંજે 8.15 આસપાસ મનસુખ મર્સિડીઝ સાથે વાલચંદ હિરાચંદ રોડ પર 17 ફેબ્રુઆરીએ પસાર થઇ રહ્યો છે. GPO સિગ્નલ પાસેથી સચિન વાજે ગાડીમાં આવે છે. 9 મીનિટ તેમની વચ્ચે વાતચીત થાય છે પછી હિરેન ગાડીમાંથી ઉતરે છે અને રોડ ક્રોસ કરતો નજરે પડે છે.

સચિન વાજેએ મનસુખ હિરેનને ગાડી સોંપવા કર્યું હતું દબાણ

NIAએ દાવો કર્યો છે કે વિક્રોલી હાઇવે પર સચિન વાજેએ મનસુખ હિરેનને ગાડી સોંપવા માટે દબાણ કર્યું હતું. વાજેએ બીજા દિવસે તેને વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવા માટે કહ્યું હતું. NIAએ જણાવ્યું હતું કે વિક્રોલી પોલીસ ઓફિસરે પણ મનસુખ હિરેનને ગાડી ચોરાયાની ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. આ વચ્ચે ભાજપના MLA પ્રસાદ લાડે શિવસેના પર આ મુદ્દે હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 'NIAને મીથી નદીમાંથી ઘણા CPU, DVR અને લેપટોપ મળ્યા છે આ બધા જ માટે એક કોયડો હતો કે શા માટે મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન મીથી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન નથી ઉપાડી રહી. હવે લોકોને તેનો જવાબમળી ગયો છે. '

અમદાવાદમાંથી ફેક્ટરી માલિકની ધરપકડ

આ કેસમાં મુંબઈ ATSની ટીમ હિરેન હત્યા કેસની તપાસમાં અમદાવાદ પહોંચી હતી. અહીં તપાસ દરમિયાન અમદાવાદથી ગાયત્રી ટ્રેડર્સ નામથી ખરીદાયા હોવાનું સામે આવ્યું છે. પકવાન ચાર રસ્તા પાસેથી ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે 14 સિમ કાર્ડ ખરીદ્યા હતા. જેમાંથી 5 સિમ કાર્ડનો ઉપયોગ એન્ટિલિયા કેસમાં કરાયો હતો, ત્યારે ફેકટરી મલિક અને બુકી નરેશ ઘોર વચ્ચેના કનેક્શન સામે આવ્યા છે. મુંબઈ ATSએ હાલમાં અમદાવાદમાંથી ફેક્ટરી માલિકની ધરપકડ કરીને મુંબઈ જવા રવાના થઈ છે.

જાણો સમગ્ર ઘટનાની વિગતો

મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી

મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી આવી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, એન્ટિલિયાની બહાર પાર્ક કરેલી એક શંકાસ્પદ કારમાંથી જિલેટીન મળી આવ્યા છે. મુંબઈ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટક જિલેટીન મળ્યું

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર અને 20 જિલેટીન સડીઓ મળી આવી છે. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અંબાણીના ઘરની નજીકમાં ઘણી સુરક્ષા ગોઠવવામાં આવી છે.

શંકાસ્પદ ગાડી કેસઃ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા મહત્વના પુરાવા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર દારૂગોળો ભરેલી સ્કોર્પિયો ઊભી રાખનારા આરોપીની ઓળખ થઈ ચૂકી છે. આ અંગેની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ છે. આ સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી છે. મુંબઈ પોલીસે તેની મદદથી જ મુખ્ય આરોપી સુધી પહોંચવાની તૈયારી કરી છે. ક્રાઈમબ્રાન્ચ ઝડપથી જ મુખ્ય આરોપીને પકડવાનો દાવો કરી રહી છે.

મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કાર મામલે જૈશ ઉલ હિંદે જવાબદારી સ્વીકારી

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બાહર મળેલી શંકાસ્પદ કાર મામલે તપાસ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ કાર ઇસ્ટર્ન એકપ્રેસ હાઇ-વે પરથી ચોરી થઇ હતી. જેની ફરિયાદ કાર માલિકે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી. આ સમગ્ર મામલે મુંબઇ પોલીસની 10 ટીમ કામ કરી રહી છે.

સંજય રાઉતનું નિવેદન: કેન્દ્રિય તપાસ એજન્સીઓને મોકલીને કેન્દ્ર સરકાર મુંબઈ પોલીસનું મનોબળ તોડી રહી છે

મુંબઇ: દક્ષિણ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી SUV મળવાના કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, NIA અને ATS મુકેશ અંબાણીના ઘરની સામેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કોર્પિયો કાર તેમજ મનસુખ હિરેનની હત્યાની તપાસ કરી રહી છે. જ્યારે, શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, 'જે કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ ઇરાદાપૂર્વક આવી એજન્સીઓને તપાસ સોંપીને મુંબઈ પોલીસનું મનોબળ તોડવામાં આવ્યુ હોય તેમ લાગી રહ્યું છે.'

એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી

અંબાણીના મુંબઇ સ્થિત ઘરની નજીક વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસની તપાસ કરતી ઍજન્સી NIAએ શનિવારે રાત્રે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.ઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.

વાજેની એન્ટિલિયા કેસ સંડોવણીની શંકા

થોડા સમય પહેલા કાર્મિકલ રોડ પર આવેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી શંકાસ્પદ ગાડીમાં વિસ્ફોટક જિલેટીનની સડીઓ અને ધમકીભર્યા પત્ર મળી આવ્યા હતા. આ મામલે, NIAએ જણાવ્યું હતું કે, વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી. આથી આ બાબતને ધ્યાને લેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

વાજે, ઉદ્યોગપતિ હિરણના મોત મામલે શકના દાયરામાં

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાજે, થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણના મોત મામલે પણ શકના દાયરામાં છે. આ ઘટનાની વાત કરીએ તો, થાણેમાં 5મી માર્ચે હરણની લાશ મળી હતી. આ કેસની તપાસ ATS કરવામાં આવી રહી છે. શનિવારે NIAએ વાજેનું નિવેદન લેતી વખતે, હરણની કથિત હત્યા અને વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસમાં આગળની તપાસ હાથ ધરવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

આગળની તપાસ ATSના હાથમાં

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 25 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ કાર અને તેમાં 20 જિલેટીન સડીઓ મળી આવી હતી. મુંબઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યાં બાદ, મુંબઇ ડોગ સ્ક્વૉડ અને બૉમ્બ પ્રિવેન્શન સ્કવૉડ ઉપરાંત ATSની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

એન્ટિલિયા કેસ: NIAએ જપ્ત કર્યું ત્રીજું વાહન, થઈ શકે છે મહત્વપૂર્ણ ખુલાસા

મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટકથી ભરેલા વાહનની તપાસ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કરી રહી છે. NIAએ સ્કાર્પિયો, ઇનોવા બાદ હવે વિસ્ફોટક કેસમાં ત્રીજું વાહન જપ્ત કર્યું છે. હવે આ કેસમાં મર્સિડીઝ કાર દ્વારા જાહેર થવાની સંભાવના છે.

ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી

મુંબઇ: ઉદ્યોગપતિ મનસુખ હિરેનની ડાયટમ પરીક્ષા (ડૂબીને થયેલા મોતના કિસ્સામાં કરાતી તબીબી પરીક્ષા) દર્શાવે છે કે, તે જ્યારે પાણીમાં પડ્યા તે સમયે જીવતા હતા. જો કે, આ અહેવાલ નિર્ણાયક નથી. મહારાષ્ટ્રની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ(ATS) મનસુખ હિરેનના રહસ્યમય મોતની તપાસ કરી રહી છે. ડાયટમ ટેસ્ટ એ ડૂબીને મૃત્યુ પામનારા લોકોની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મહત્વપૂર્ણ ટેસ્ટ છે.

મનસુખ હિરેનનાં ફેફસાંમાથી પાણી મળી આવ્યું

અધિકારીના જણાવ્યા પ્રમાણે, "ડાયટમ ટેસ્ટનો રિપોર્ટ દર્શાવે છે કે, તે(હિરેન) જ્યારે પાણીમાં પડ્યો ત્યારે જીવતો હતો." તેના ફેફસાંમાથી પાણી મળી આવ્યું છે. અમે અસ્થિના નમૂનાને હરિયાણાની અપરાધ વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલ્યા છે. તેમણે કહ્યું કે, "તપાસકર્તાઓને ડાયટમ તપાસ રિપોર્ટ મળ્યો છે, પરંતુ તે નિર્ણાયક નથી." અધિકારીએ જણાવ્યું કે, વિસેરા, લોહીના નમૂના, નેઇલ ક્લિપિંગના રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે.

ડાયટમ હાડકાના નમૂના હરિયાણાની લેબમાં તપાસાર્થે મોકલાયા

ATSના DIG શિવદીપે પુષ્ટિ કરી હતી કે, ડાયટમ હાડકાના નમૂના હરિયાણાની એક લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, "ATSની ટીમ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં હિરેનનું પોસ્ટમોર્ટમ કરનારા ત્રણ ડોક્ટરોના પણ નિવેદનો લેશે."

મહારાષ્ટ્ર ATSનો દાવો, મનસુખ હિરેનના મોતનો કોયડો ઉકેલાયો

મુંબઇ: એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)એ દાવો કર્યો છે કે, મનસુખ હિરેનની હત્યાના કેસને ઉકેલી લેવામાં આવ્યો છે. આ અગાઉ મહારાષ્ટ્ર ATSએ ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના આરોપમાં બે વ્યક્તિની ધરપકડ કરી હતી.

ATSએ શનિવારના રોજ 2 લોકોની ધરપકડ કરી હતી

સમગ્ર ઘટના અંગે રવિવારના રોજ એક અધિકારીએ જણાવ્યું હતુ કે, શનિવારની રાત્રે એક પોલીસકર્મી વિનાયક શિંદે અને બુકી નરેશ ધારેની ધરપકડ કરવામાં આવી હતી.

પુછપરછ બાદ બન્ને આરોપીની ધરપકડ કરાઈ

મનસુખ હિરેન મર્ડર કેસ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે, મનસુખ હિરેનની હત્યાના કેસ અંગેની પુછપરછ માટે બન્ને આરોપીઓને શનિવારના રોજ ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને ધરપકડ કરવામાં આવી હતી.

એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATSએ કર્યો મહત્વનો દાવો

ઉલ્લેખનીય છે કે, શિંદે, લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસમાં દોષી છે અને ગયા વર્ષે જ તે થોડા દિવસો માટે ફરલો પર જેલની બહાર આવ્યો હતો. ત્યારથી આ કેસની તપાસ ATS કરી રહી છે.

Last Updated : Apr 3, 2021, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details