નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સવારે દેશભરમાં 70થી વધુ સ્થળોએ ગેંગસ્ટર ટેરર ફંડિંગ અને આર્મ્સ સપ્લાયર સાથે સંબંધિત કેસોમાં દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે NIAના દરોડા હજુ પણ ચાલુ છે. જાણકારી અનુસાર NIAએ પંજાબ, દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં એક સાથે 70થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAની આ કાર્યવાહી ગેંગસ્ટર અને તેના ગુનાહિત સિન્ડિકેટ વિરુદ્ધ નોંધાયેલા કેસને લઈને કરવામાં આવી રહી છે.
ઘણા રાજ્યોમાં એક સાથે દરોડા : NIAની આ કાર્યવાહી ગેંગસ્ટર, તેના નજીકના સહયોગીઓ અને અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલી સિન્ડિકેટને લઈને કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ NIAએ રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ NIAએ દરોડા દરમિયાન લગભગ 6 ગેંગસ્ટરની પૂછપરછ પણ કરી છે. લોરેન્સ બિશ્નોઈ અને બવાના ગેંગના નામે દેશના ઘણા ભાગોમાં ફંડિંગની વાત સામે આવી છે.
આ પણ વાંચો :Aniruddha Deshpande : શરદ પવારના નજીકના સહયોગી અનિરુદ્ધ દેશપાંડેની ઓફિસ પર આવકવેરાના દરોડા