શોપિયાંઃ NIAએ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા . મળતી માહિતી મુજબ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સોમવારે ટેરર ફંડિંગ કેસના સંબંધમાં શોપિયાં જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ સ્થાનિક પોલીસ અને CRPFની મદદથી શોપિયાં જિલ્લાના બોંગમ અને બોનબજાર વિસ્તારોમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. હાલ મળતી માહિતી અનુસાર NIAના દરોડા ચાલું છે. આ પરથી કહી શકાય કે, કંઈક મોટું ઑપરશેન થઈ રહ્યું છે.
દરોડા પાડવામાં આવ્યા: NIAની ટીમો સાથે સ્થાનિક પોલીસ અને CRPFના જવાનો પણ છે. સૂત્રોએ જણાવ્યું કે એજન્સી અનેક ગુનાહિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને કેટલાક શંકાસ્પદોની પણ પૂછપરછ કરી રહી છે. અગાઉ 11 મેના રોજ NIAએ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. તારીખ 11 મેના રોજ NIAએ જમ્મુ-કાશ્મીરમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બડગામ, બારામુલ્લા, પુલવામા અને કુપવાડા જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
"ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના બે કાર્યકર્તા ભટ અને ખાન પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા. તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે લોજિસ્ટિક્સ પૂરા પાડતા હતા, આતંકવાદી પ્રચાર ફેલાવતા હતા, કટ્ટરપંથી બનાવતા હતા અને પ્રતિબંધિત સંગઠનના નવા સભ્યોની ભરતી કરતા હતા. TRF એ આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT)ની શાખા છે. માહિતી અનુસાર, TRF અને તેના સ્વયંભૂ કમાન્ડર સજ્જાદ ગુલ જમ્મુ અને કાશ્મીરના યુવાનોને હિંસક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે કટ્ટરપંથી, પ્રેરિત અને ભરતી કરી રહ્યા છે"-- NIA અધિકારી