લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં NIAએ રેડ કરી છે. વહેલી સવારે 5 કલાકથી જ NIA દ્વારા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર રેડ કરવામાં આવી છે. જેમાં લખનઉના મદેયગંજ વિસ્તારના ત્રણ ઘરો, તેમજ હરદોઈ, સીતાપુર, બારાબંકી અને બહરાઈ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
NIA દ્વારા અનેક રેડઃ છેલ્લા કેટલાક દિવસથી NIA અનેક સ્થળો પર રેડ કરી રહી છે. આ રેડ દરમિયાન અનેક શકમંદોની ધરપકડ કરી તેમની સઘન પુછપરછ કરવામાં આવી છે. આ શ્રેણીમાં બુધવારે સવારે 5 કલાકે NIA, સ્થાનિક પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં રેડ કરી છે. લખનઉના મદેયગંજ વિસ્તારના 3 ઘરો પર રેડ કરવામાં આવી છે. મદેયગંજમાં કરેલ રેડમાં અનેક શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. સુત્રો અનુસાર આ રેડ પ્રોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા સંગઠનો પર પાડવામાં આવી છે. પીએફઆઈ પ્રતિબંધિત સંસ્થા છે તેમ છતાં તે દેશ વિરોધી ગતિવિધિઓમાં સક્રિય છે.
કેસ નં. 31/2022: NIA દ્વારા આ રેડ કેસ નંબર 31/2022 અંતર્ગત કરવામાં આવી છે. આ કેસમાં પીએફઆઈના નેતા અને સમર્થકો દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરે છે તેને અટકાવવા માટે NIA કાર્યરત છે. તાજેતરમાં જ આરોપીઓ પટનાના ફુલવાડી શરીફ વિસ્તારમાં હિંસત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે એકત્ર થયા હતા.
રેડ દરમિયાન જ પુછપરછ કરાઈઃ ભદોહી નગરના મામદેવપુરા બધવા વિસ્તારમાં NIAની ટીમે રેડ દરમિયાન પુછપરછ કરી હતી. NIAની ટીમને રેડ દરમિયાન મોબાઈલ, સિમ કાર્ડ, બે મેગેઝિન મળી આવ્યા હતા. ભદોહીમાં રેડના સમાચાર ફેલાવાથી હડકંપ મચી ગયો છે. ભદોહીના મામદેવપુરાના મૌલાના શોયબને ત્યાં વહેલી સવારે રેડ કરવામાં આવી હતી. NIA શંકમંદ મૌલનાની પુછપરછ કરી હતી. મૌલાનાએ કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોવાનો ઈન્કાર કર્યો છે. મૌલાનાના મત અનુસાર તેના ઘરના દરેક રુમનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું અને કોઈ શંકાસ્પદ વસ્તુ NIAને મળી નહતી. NIAને મૌલાના ઘરમાંથી મોબાઈલ, સિમ કાર્ડ,બે મેગેઝિન,પત્રિકાઓ અને ટ્રસ્ટની રસીદ મળી છે. મૌલાનાના ઘર અને ટ્રાવેલ એજન્સી પર રેડ કરવામાં આવી હતી. જો કે મૌલાનાએ પુછતા NIAની ટીમે કોઈ જવાબ ન આપ્યો અને ત્યાંથી રવાના થઈ ગઈ.
- NIAની કાર્યવાહીને લઈ પંજાબ અને બંગાળ અન્ય રાજ્યો કરતા વધુ પડકાર: કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન
- કિષ્ના હિંગવાળાને ત્યાં NIAની ટીમ ત્રાટકી, કરોડોના બિલના એંધાણ