પ્રતાપગઢ: NIA (સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ ગૅન્ગસ્ટર, ટેરર ફન્ડિંગ અને શસ્ત્ર સપ્લાયરની સાંઠગાંઠના સંબંધમાં સોમવારે રાતથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કારણે ખળભળાટ મચી ગયો છે.
NIAની આ કાર્યવાહી:ગેંગસ્ટર અને તેના નજીકના સહયોગીઓ સામે થઈ રહી છે. અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલી સિન્ડિકેટને તોડવા અને મૂળ સુધી પહોંચવા એક મિશનને લઈને કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ NIAએ રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન એવી ચોંકવનારી વિગતો સામે આવી હતી કે વિચારી કે માની શકાય નહી. તમને જણાવી દઇએ કે આ દરમિયાન 6 ગેંગસ્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ
સ્થાનિક પોલીસ પણ NIA ટીમની સાથે:NIAની ટીમ સોમવારે રાત્રે નગર કોતવાલી વિસ્તારમાં પહોંચી અને તપાસ શરૂ કરી હતી. હાલ પ્રતાપગઢમાં NIAની ટીમની હાજરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે જ સમયે, NIAની ટીમે પંજાબની પીલીભીત જેલમાં રહેતા યુવકના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પીલીભીતની સ્થાનિક પોલીસ પણ NIA ટીમની સાથે હતી. પોલીસ સતત આરોપીઓની પણ તપાસ કરી રહી છે.
દોઢ કલાકની શોધખોળ:NIAની 4 સભ્યોની ટીમ બુલંદશહરના સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. અહીં NIAએ એક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તપાસ આદરી હતી. કૃસિકંદરાબાદમાં NIAની ટીમ ખુરજાના રહેવાસી હથિયાર ડીલર કુર્બન અંસારીના સંબંધી યાહ્યા પહેલવાનના ઘરે પહોંચી હતી. લગભગ દોઢ કલાકની શોધખોળ બાદ ટીમને ખાલી હાથે જવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો BJP PARLIAMENTARY MEETING: PM મોદીએ બજેટની જોગવાઈઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું
વિવિધ સ્થળોએ દરોડા:કહેવાય છે કે આર્મ્સ ડીલર કુર્બન અન્સારીનું મોત કોરોના સમયગાળા દરમિયાન થયું છે. જ્યારે તેમનો પુત્ર હાલ જેલમાં બંધ હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે ભૂતકાળમાં પણ NIAની ટીમે બુલંદશહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સાથે કસ્ટડીમાં ઘણા લોકોની પૂછપરછ કરી હતી. આજે NIA સ્થાનિક પોલીસ સાથે સિકંદરાબાદના ઝારખંડીમાં મોટા હથિયાર ડીલર કુર્બનના સંબંધીના ઘરે પહોંચી હતી. NIA સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં હથિયારોની સપ્લાયની કડી શોધી રહી છે. સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસને લઈને NIAના નિશાના પર ગેંગસ્ટર અને આર્મ્સ ડીલર્સ છે.