શ્રીનગર:નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency) એ ટેરર ફંડિંગ કેસમાં ડોડા અને જમ્મુ જિલ્લામાં NIAના દરોડા (nia raids in doda and jammu) પાડ્યા છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ NIAએ કાશ્મીર ખીણમાં 9 સ્થળોએ મોટા પ્રમાણમાં હથિયારો અને બોમ્બ જપ્ત કરવાના કેસમાં દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ આ જાણકારી આપી. આ દરમિયાન NIAએ પોલીસ અને અર્ધલશ્કરી CRPF જવાનોની મદદથી દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં પાંચ સ્થળો અને શ્રીનગર જિલ્લામાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. સાથે જ એક વ્યક્તિને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પરીવારના પાપે માસૂમ બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ