ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Terror Funding Case : બારામુલ્લામાં LoC વેપાર સાથે સંકળાયેલા સેલ્સમેનના ઘરે NIAએ પાડ્યા દરોડા - Raids in Kashmir Valley in case of terror funding

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કાશ્મીર ખીણમાં ટેરર ​​ફંડિંગના મામલામાં (Terror Funding Case) દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં LoC વેપાર સાથે સંકળાયેલા સેલ્સમેનના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Terror Funding Case : બારામુલ્લામાં LoC વેપાર સાથે સંકળાયેલા સેલ્સમેનના ઘરે NIAએ પાડ્યા દરોડા
Terror Funding Case : બારામુલ્લામાં LoC વેપાર સાથે સંકળાયેલા સેલ્સમેનના ઘરે NIAએ પાડ્યા દરોડા

By

Published : Jun 15, 2022, 10:58 AM IST

શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ટેરર ​​ફંડિંગના મામલામાં (Terror Funding Case) કાશ્મીર ઘાટીમાં દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં LoC વેપાર સાથે સંકળાયેલા સેલ્સમેનના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે

NIA કરી રહી છે તપાસ : NIA આ મામલે લાંબા સમયથી તપાસ કરી રહી છે. NIAના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જમાત દ્વારા એકત્ર કરાયેલા નાણાં એક સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા હિઝબુલ મુજાહિદ્દીન (HM), લશ્કર-એ-તૈયબા (LeT) સહિતના અલગતાવાદી સંગઠનોને મોકલવામાં આવે છે.

કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા :જમાત કાશ્મીરના યુવાનોને આતંકવાદના માર્ગે દોરવાનું પણ કામ કરી રહી છે. કથિત જેહાદનો પાઠ ભણાવીને આ લોકો યુવાનોને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરવાનું કામ પણ કરી રહ્યા છે. માર્ચ મહિનામાં NIA અધિકારીઓએ પોલીસ અને CRPFની ટીમ સાથે મળીને બારામુલ્લા જિલ્લાના પટ્ટન અને પુલવામા અને શોપિયાંના પિંગલાના વિસ્તારમાં રહેતા જમાત-એ-ઈસ્લામિયા કાર્યકર્તાઓના ઘરોની તલાશી લીધી હતી. જમાત-એ-ઈસ્લામિયાના પૂર્વ જિલ્લા પ્રમુખ અબ્દુલ ગની વાની અને પીર તનવીરના ઘર સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના અવંતીપોરાંમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ, કાશ્મીર પોલીસે કર્યું મહત્ત્વનું ટ્વીટ

ABOUT THE AUTHOR

...view details