ચંડીગઢ : સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પંજાબ અને હરિયાણા સાથે જોડાયેલા કેટલાક ગેંગસ્ટરોને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં શામેલ કર્યા છે. આ યાદીમાં શામેલ ગેંગસ્ટરો પંજાબના ત્રણ અલગ અલગ શહેરો, એક ચંદીગઢ અને બાકીના હરિયાણાના છે. ઉલ્લેખનીય છે કે એનઆઈએ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગેંગસ્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે આ એનઆઈએ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર યાદી જાહેર બહાર પાડવામાં આવી છે.
એનઆઈએ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર યાદી જાહેર કેન્દ્રીય તપાસ એજન્સીએ આ ગેંગસ્ટરો પર લાખોનું ઈનામ પણ રાખ્યું છે. તપાસ એજન્સીનું કહેવું છે કે જે કોઈ પણ આ ગેંગસ્ટરો અંગે કોઈ માહિતી આપશે, તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે અને તે વ્યક્તિને વિભાગ દ્વારા ઈનામ આપવામાં આવશે. એનઆઈએ એજન્સીએ આ ગેંગસ્ટરોના સરનામાં, ઇનામી રકમ અને ફોન નંબર સાથે તેમનો ફોટો પણ જાહેર કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાહેર કરાયેલી યાદી નીચે મુજબ છે.
ગૌરવ પટિયાલઃ આ યાદીમાં ચંદીગઢના ગેંગસ્ટર ગૌરવ પટિયાલના માથે સૌથી વધુ ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ગૌરવ પટિયાલ પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. ગૌરવ પટિયાલ વિરૂદ્ધ અલગ અલગ નામથી ઘણા અપરાધિક કેસ નોંધાયેલા છે. કેન્દ્રીય એજન્સી દ્વારા જારી કરાયેલી યાદીમાં સુરિન્દર સિંહના પુત્ર ગૌરવ પટિયાલ ઉર્ફે લકી ઠાકુરનું નામ, સરનામું રહેવાસી ખુદ્દા લોહારા કોલોની, ચંદીગઢનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત, આ વ્યક્તિના અલગ અલગ ગેંગ સાથે કનેક્શન હોવાના કારણે જો કોઈ આ અંગે માહિતી આપશે તો તેનું નામ ગુપ્ત રાખીને તેને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
અર્શદીપ સિંહ, અર્શ દલ્લાઃ એનઆઈએ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર યાદીમાં શામેલ ગેંગસ્ટર અર્શ દલ્લા પર 5 લાખ રૂપિયાનું તગડું ઈનામ રાખવામાં આવ્યું છે. પટ્ટી માલ ગામ ડલ્લા, જિલ્લા મોગાના રહેવાસી ચરણજીત સિંહના પુત્ર અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા નામના આ ગેંગસ્ટર વિશે માહિતી આપનાર વ્યક્તિને 5 લાખ રૂપિયાનું મોટું ઈનામ આપવામાં આવશે અને તે વ્યક્તિનું નામ એજન્સી દ્વારા ગુપ્ત રાખવામાં આવશે.
ગુરવિંદર સિંહ, બાબા દલ્લાઃ એનઆઈએ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર યાદીમાં પંજાબ સાથે સંકળાયેલા ગેંગસ્ટર ગુરવિંદર સિંહ પર એક લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. ગુરવિંદર સિંઘ ઉર્ફે બાબા દલ્લા, ગુરજીત સિંહનો પુત્ર, ગામ દલ્લા, જિલ્લા લુધિયાણાનો રહેવાસી છે. એનઆઈએ આ ગેંગસ્ટર વિશે માહિતી આપનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઈનામ અપાશે અને તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.