બેંગલુરુ : ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અલ કાયદા સાથે સંકળાયેલા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના થાનીસન્દ્રાના મંજુનાથ નગરમાં રહેતા આરીફને પોલીસે વહેલી સવારે કસ્ટડીમાં લીધો હતો. ખાનગી સોફ્ટવેર કંપનીમાં કામ કરતો આરોપી હાલ વર્ક ફ્રોમ હોમ દ્વારા કામ કરતો હતો. છેલ્લા બે વર્ષથી આરિફ આતંકવાદી સંગઠન અલ-કાયદાના સંપર્કમાં હતો અને ટેલિગ્રામ અને અલ-કાયદા સાથે સંબંધિત અન્ય જૂથોમાં સક્રિય હતો.
Suspected Terrorist Arrested In Bangalore : NIAએ બેંગ્લોરમાં એક શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ - Department Of Internal Security
કર્ણાટકના આંતરિક સુરક્ષા વિભાગ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક યુવકની અટકાયત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક પ્રાઈવેટ સોફ્ટવેર કંપનીમાં કામ કરતો આરોપી અલ કાયદાના સંપર્કમાં હતો અને ઈરાક થઈને સીરિયા જવાની તૈયારી કરી રહ્યો હતો.
બેંગ્લોરમાં શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ :આરોપીઓની હિલચાલ પર નજર રાખતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટીની પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો, જે આગામી માર્ચ મહિનામાં ઈરાક થઈને સીરિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. NIAને આશા છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી તેમના આતંકવાદી ઈરાદાઓ વિશે વધુ માહિતી મળી શકે છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ મામલે તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો :Bihar Viral Video: રેલ્વે લાઇન ક્રોસ કરતી મહિલા ઉપરથી માલગાડી પસાર થઈ છતાં મહિલા સુરક્ષિત બચી