ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મનસુખ હિરેન હત્યા મામલે NIAએ 800 CCTV ફૂટેજ તપાસ્યા, 40થી વધુ લોકોના નિવેદન લેવાયા - anil deshmukh

મનસુખ હિરેન હત્યા મામલે NIA દ્વારા અત્યાર સુધી 800 જેટલા CCTV ફૂટેજ તપાસી સચિન વાઝે વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં આ મામલે 40થી વધુ લોકોના નિવેદનો લેવાયા છે જેમાંથી 8ને મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ સિવાય NIAના અધિકારીઓ સચિન વાઝેના સહયોગી પોલીસ અધિકારી રિયાઝ કાઝીની પૂછપરછ દ્વારા પણ આ ગુના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

NIA
NIA

By

Published : Apr 13, 2021, 1:23 PM IST

Updated : Apr 13, 2021, 3:37 PM IST

  • મનસુખ હિરેન હત્યા પ્રકરણ
  • NIA દ્વારા 800 CCTV ફૂટેજ ફંફોસાયા
  • 40થી વધુ નિવેદનો, ફક્ત 8 સાક્ષી

મુંબઇ: મનસુખ હિરેન હત્યા પ્રકરણમાં દરરોજ અવનવા ખુલાસા થઇ રહ્યા છે. NIA દ્વારા સતત આ અંગે તપાસ હાથ ધરાઇ રહી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં અધિકારીઓએ 800 જેટલા CCTV ફૂટેજ તપાસી મુંબઇ પોલીસના સસ્પેન્ડેેડ અધિકારી સચિન વાઝે વિરૂદ્ધ પુરાવા એકત્ર કર્યા છે.

સચિન વાઝેના સાથી અધિકારી રિયાઝ કાઝીની પૂછપરછ હાથ ધરાઇ

સચિન વાઝેની સાથે કામ કરી ચૂકેલા પોલીસ અધિકારી રિયાઝ કાઝીની પૂછપરછ કરીને NIA આ કેસની પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. રિયાઝની પૂછપરછથી મળેલી માહિતીની તપાસ NIAના અધિકારીઓ કરી રહ્યા છે.

રવિવારે કરાઇ હતી રિયાઝની ધરપકડ

NIAએ ગત રવિવારે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેના સહયોગી પોલીસ અધિકારી રિયાઝ કાઝીની ધરપકડ કરી હતી. એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે આ ધરપકડ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક એસયુવીમાંથી મળી આવેલી વિસ્ફોટક સામગ્રી મામલે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હિરેન મનસુખ હત્યા કેસ: ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે સચિન વાજેને CSMT લઈ જવાયો

Last Updated : Apr 13, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details