- રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા
- જમ્મુમાં 5 કિલો IEDની પુન:પ્રાપ્તિના સંદર્ભમાં દરોડા પાડ્યા
- આતંકવાદી નદીમની ધરપકડ પછી વધુ બે લોકોની ધરપકડ કરાઇ
જમ્મુ :રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)એ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા છે. તેમાંથી શોપિયાં, અનંતનાગ, બનિહાલ અને સુંજવાન અગ્રણી છે. જમ્મુમાં IED પુન:પ્રાપ્તિ કેસમાં પોલીસે અગાઉ પકડાયેલા LEMના ટોચના કમાન્ડર હિદાયતુલ્લા મલિકની ધરપકડ અને જમ્મુમાં 5 કિલો IEDની પુન:પ્રાપ્તિના સંદર્ભમાં દરોડા પાડ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: NIA દ્વારા શ્રીનગરમાં રેડ, કાર્યવાહીનું કારણ અસ્પષ્ટ
રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ, રામબન અને કાશ્મીર સહિત 14 સ્થળોએ દરોડા પાડી રહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ, રામબન અને કાશ્મીર સહિત 14 સ્થળોએ દરોડા પાડી રહી છે. જમ્મુના ધાર્મિક સ્થળો આતંકવાદીઓના નિશાના પર હતા. નદીમને પોલીસે જમ્મૂના નરવાલ વિસ્તારમાંથી તે જ દિવસે ધરપકડ કરી હતી જે દિવસે એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.