- પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ
- વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી
- કેસની તપાસ ATS કરવામાં આવી રહી છે.
મુંબઇ:અંબાણીના મુંબઇ સ્થિત ઘરની નજીક વિસ્ફોટક સામગ્રીથી ભરેલી ગાડીના કેસની તપાસ કરતી ઍજન્સી NIAએ શનિવારે રાત્રે મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની 12 કલાકથી વધુ સમયની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.ઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા રામ કદમે ટ્વીટ કરીને સચિન વઝેનો નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. રામ કદમે વઝેની ધરપકડ મામલે ઉદ્ધવ સરકારનો પણ ઘેરાવ કર્યો છે.
વાજની એન્ટિલિયા કેસ સંડોવણીની શંકા
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કાર્મિકલ રોડ પર આવેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી શંકાસ્પદ ગાડીમાં વિસ્ફોટક જિલેટીનની સડીઓ અને ધમકીભર્યા પત્ર મળી આવ્યા હતા. આ મામલે, NIAએ જણાવ્યું હતું કે, વાજેએ 25 ફેબ્રુઆરીએ આ ઘટનામાં પોતાની ભૂમિકા નિભાવી હતી. આથી આ બાબતને ધ્યાને લેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:મુકેશ અંબાણીના ઘર બહાર મળી આવેલા વિસ્ફોટક મામલે ખુલાસો, તપાસમાં સામે આવ્યું તિહાડ જેલ કનેક્શન