નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરથી લુધિયાણા કોર્ટ સંકુલ બ્લાસ્ટ કેસના (ludhiana court complex blast case) આરોપી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પીની ધરપકડ કરી છે. (NIA ARRESTS HARPREET SINGH )એનઆઈએ પહેલા જ હરપ્રીત સિંહ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરી ચૂક્યુ હતું, જેની વિરુદ્ધ સ્પેશિયલ એનઆઈએ કોર્ટ તરફથી બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેના માટે લુક આઉટ સર્ક્યુલર પણ ખોલવામાં આવ્યો હતો. NIA દ્વારા તાજેતરની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે.
કસ્ટડીમાં લીધો હતો:પાકિસ્તાન સ્થિત કાવતરાખોર લખબીર સિંહ રોડેના નિર્દેશો પર કામ કરતા, હરપ્રીત સિંહે કસ્ટમ-મેઇડ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ)ની ડિલિવરીનું સંકલન કર્યું હતું જે પાકિસ્તાનથી તેના ભારત સ્થિત સહયોગીઓને મોકલવામાં આવ્યું હતું. આનો ઉપયોગ લુધિયાણા કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ કરાવવામાં કરવામાં આવ્યો હતો. ફરાર આતંકવાદી હરપ્રીત સિંહ મલેશિયાના કૌલા લંપુરથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યો ત્યારે NIAની ટીમે તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો.