ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rajsthan Crime News: કોટામાં NIA દ્વારા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા(PFI) સાથે સંકળાયેલા 2 લોકોની ધરપકડ કરાઈ - પ્રતિબંધિત સંગઠન

રાજસ્થાનના કોટામાં NIA દ્વારા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા(PFI) સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા 2 લોકોને લઈને ટીમ જયપુર જવા રવાના થઈ.

કોટામાં NIA દ્વારા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા(PFI) સાથે સંકળાયેલા 2 લોકોની ધરપકડ કરાઈ
કોટામાં NIA દ્વારા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા(PFI) સાથે સંકળાયેલા 2 લોકોની ધરપકડ કરાઈ

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 4:25 PM IST

કોટાઃનેશનલ ઈન્વેસ્ટિંગ એજન્સી(NIA) દ્વારા કોટામાં ગુરુવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટેરર ફંડિગ કરતા અને પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા(PFI)ના 2 લોકોની ધરપકડ કરી છે. NIA બંને આરોપીને લઈને જયપુર જવા રવાના થઈ ગઈ છે. આ બંને લોકો પાસેથી કેટલીક ગેરકાયદેસર સામગ્રી પણ મળી આવી હતી. જેને NIAએ જપ્ત કરી લીધી છે.

વહેલી સવારે કાર્યવાહીઃ ઉલ્લેખનીય છે કે NIAની ટીમ ગુરુવાર સવારે 4 કલાકે દિલ્હીથી કોટા પહોંચી હતી. આ તપાસમાં કોટા પોલીસ પણ જોડાઈ હતી. ત્યારબાદ તેમણે 2 ટીમ બનાવી હતી. જેમાં એક ટીમે કુન્હાડી અને બીજી ટીમે જિલ્લાના ગ્રામીણ વિસ્તાર કૈથૂનમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી 2 કલાક સુધી કરવામાં આવી હતી. NIAની ટીમ આરોપીઓને લઈને 6 કલાકે કોટાથી જયપુર જવા રવાના થઈ ગઈ હતી.

2 આરોપી ઝડપી લીધાઃ કોટા પોલીસ સૂત્ર અનુસાર NIA ટીમે કોટાથી 2 લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક યુવક કૈથૂનના મવાસા રોડ નિવાસી મુબારક અલી છે. આ ઉપરાંત કોટાના કુન્હાડી સ્થિત બાપુ બસ્તીના વાજિદ અલીની NIAએ ધરપકડ કરી લીધી છે. આ બંને પાસેથી ગેરકાયદેસર સામગ્રી પણ મળી આવી છે.

આજે સવારે NIAની ટીમ 4 કલાકે કોટા પહોંચી હતી. કોટા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. સમગ્ર કાર્યવાહી 2 કલાકમાં પૂર્ણ કરી દેવાઈ હતી...મહેન્દ્ર મીણા(એસઆઈ, કુન્હાડી પોલીસ સ્ટેશન)

લગભગ અડધો ડઝન રેડઃ પ્રતિબંધિત સંગઠન PFIનો સ્ટેટ પ્રેસિડેન્ટ આસિફ મિર્ઝા પણ કોટા જિલ્લાના સાંગોદમાં રહેતો હતો. સૌથી પહેલી કાર્યવાહી 2022માં 22 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. જેમાં NIA દ્વારા કેરળથી આસિફ મિર્ઝાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સાંગોદમાં તેના ઘરેથી શંકાસ્પદ સામગ્રી ઝડપી લીધી હતી. 2023માં 12મી જાન્યુઆરીએ કોટા જિલ્લામાં NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા અધ્યક્ષ સાજિત અને સુભાષ નગર બોમ્બે યોજનામાં મુબારકના ઘરે રેડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કર્બલા, વિજ્ઞાનનગર અને કૈથૂન સહિત લગભગ અડધો ડઝન સ્થળો પર NIA કાર્યવાહી કરી ચૂકી છે.

  1. Al-Qaeda: અલ કાયદા માટે ટેરર ફંડિંગ કરનાર બાંગ્લાદેશનો વતની અબુ બકર ઝડપાયો, NIA કરશે તપાસ
  2. Fake NIA Officer: પત્નીને ઈમ્પ્રેસ કરવા યુવક બન્યો NIA ઓફિસર

ABOUT THE AUTHOR

...view details