- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 NCB એ આર્યન ખાન કેસમાં અનન્યા પાંડેની 2 કલાક પૂછપરછ કરી હતી, આજે પણ કરાશે પૂછપરછ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા બે વર્ષથી NCB ડ્રગ્સ રેકેટનો સતત પર્દાફાશ કરી રહ્યું છે. અહીં ગઈકાલે ગુરુવારે NCB ની એક ટીમ ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. NCB એ ગુરુવારે બપોરે 2 વાગ્યે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ અનન્યા નિર્ધારિત સમય સુધીમાં NCB ઓફિસ પહોંચી ન હતી. અનન્યા પાંડે બપોરે 3 વાગ્યા બાદ પૂછપરછ માટે NCB ઓફિસ જવા રવાના થઇ હતી. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી હતી. NCB એ આર્યન ખાન કેસમાં અભિનેત્રીની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી અને આજે શુક્રવારે સવારે 11 વાગ્યે ફરી પૂછપરછ કરવામાં આવશે. NCB અનન્યાનો ફોન અને લેપટોપ જપ્ત કરી ચૂકી છે.Click Hear
2 એ દિવસ દૂર નથી જ્યારે અમે કોઈ એવો નિર્ણય લઈશું જે કદાચ તમને ન ગમે, હાઇકોર્ટે GPCBની ઝાટકી
સાબરમતી નદી (Sabarmati River)ના પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં ચાલી રહેલી સુઓમોટો (Suo Moto) સુનાવણીમાં કોર્ટે નિમેલી ટાસ્ક ફોર્સે (Task Force) આજે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં માત્ર 10 ટકા જેટલું સુવેજ જ ટ્રીટમેન્ટ (Sewage treatment) થઈને નદીમાં ઠલવાઇ રહ્યું છે તેવા અનેક ખુલાસાઓ થયા છે. Click Hear
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 મધ્યપ્રદેશના ભીંડમાં ભારતીય વાયુસેનાનું વિમાન થયું ક્રેશ, પાયલોટ સુરક્ષિત
ભારતીય વાયુસેનાનું એક વિમાન મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ક્રેશ (Plane crash) થયું છે. આ ઘટનામાં બન્ને પાયલોટ સુરક્ષિત છે. વાયુસેનાએ આ ઘટનાની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. Click Hear
2 કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો