ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: આજે સમગ્ર દેશમાં દશેરાની ઉજવણી, રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં ઉજવશે દશેરા. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Bhupendra Patel
Bhupendra Patel

By

Published : Oct 15, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1આજે દશેરાનો પાવન તહેવાર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉજવાશે

આજે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દશેરાનો પાવન તહેવારની ઉજવણી કરાશે. વિવિધ જગ્યાએ રાવણ દહન પણ કરવામાં આવશે.

2રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની કરશે ઉજવણી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે લદ્દાખના દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની ઉજવણી કરશે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દશેરાની ઉજવણી કરતા હોય છે. તેઓ 14 ઓક્ટોબરથી બે દિવસના પ્રવાસ પર લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.

3 IPL 2021: આજે ચેન્નઈ અને કોલકાત્તા વચ્ચે જામશે જંગ

આજે IPL 2021 માં ચેન્નઈ સુપર કિંગ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતના 15,000ના બોન્ડ પર બિનશરતી Bail મંજૂર કર્યાં

સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત ગાંધીનગરમાં બાળકને છોડવાના કેસ બાબતે ગઈકાલે ગાંધીનગર કોર્ટ દ્વારા બાળકને તરછોડી દેનારા સચિન દીક્ષિતને 15 હજારના બોન્ડ સાથે બિનશરતી જામીન મંજૂર કરવામાં આવ્યાં હતા. જોકે સચિનની કસ્ટડી બરોડા પોલીસ લેશે અને મહેંદી હત્યા કેસમાં કાર્યવાહી હાથ ધરશે. click here

2 દિવાળીની ઉજવણી : સરકારી કર્મચારીઓને 26 ઑક્ટોબરે પગાર થઈ જશે

ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી એક વખત કર્મચારીઓને પગાર વહેલો કરીને તેમની દિવાળી સુધારી દીધી છે. સરકારે ગઈકાલે જાહેરાત કરી હતી કે, આગામી મહિને દિવાળીને ધ્યાનમાં રાખીને સરકાર કર્મચારીઓને 26મી ઑક્ટોબરે પગાર ચુકવશે.click here

3Indian Airforceની શક્તિમાં થશે વધારો, ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ આવી રહ્યા છે ભારત

ભારતીય વાયુસેનાની (Indian Airforce) શક્તિ વધી રહી છે. ફ્રાન્સના ત્રણ રાફેલ (Rafale) ઉડાન ભરી ચૂક્યા છે. એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીના (Air Chief Marshal V. R. Chaudhary) વાયુ સેના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી ફ્રાન્સથી આવનારા રાફેલની આ પહેલા બેચ છે. click here

  • exclusive:

શક્તિ વંદનાઃ જાણો, કોરોના મહામારીના કારણે સ્મશાનમાં પહેલી વખત પગ મૂકનારાં સમાજ સેવિકા આરતીબેન સોની વિશે

ETV BHARATએ નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા અલગ રીતે કરી છે. સમાજ માટે કોરોના મહામારીમાં પણ નવદુર્ગા બનેલી મહિલાઓને શક્તિ વંદના (Shakti Vandana Prgoram) કાર્યક્રમ હેઠળ સન્માનિત કરી છે. પ્રથમ વખત સ્મશાનમાં ગયેલા આરતીબેન કનાડા સોની સાથે Etv Bharatએ ખાસ વાતચીત કરી. તે દરમિયાન એવા કેટલાક કિસ્સાઓ જાણ્યા, જેમાં ખુદ આરતીબેન કહે છે કે, "કોઈ કોઈનું નથી" છતાં જીવનભર તેઓ સમાજ સેવા કરશે. click here

  • sukhibhava:

સ્વસ્થ અને દીર્ઘજીવન જીવવા માટે આટલા એડિક્શનથી બચો

પોષણથી ભરપુર ખોરાક વધુ સારા સ્વાસ્થ્ય માટે જરુરી છે. પરંતુ ઘણી વખત અજાણતાંમાં જ આપણે કેટલાક ખાસ પ્રકારનાં આહારનું સેવન વધારે માત્રામાં કરી લઇએ છીએ જેનાથી તેમાં મોજૂદ તત્વ જરુરતથી વધુ માત્રામાં આપણા શરીરમાં પહોંચી જાય છે. સામાન્ય રીતે આપણું શરીર એક મશીન સમાન છે. જો તેમાં આહારમાં હાજર કોઇ તત્વ વધુ માત્રામાં પહોંચી જાય તો શરીરનું તંત્ર ઝાડાઉલટી અથવા અન્ય રીતે તેને શરીરની બહાર ફેંકી દે છે. પરંતુ કેટલીકવાર એવું ન થાય તો એ તત્વ શરીરના સ્વાસ્થ્યને ગંભીરપણે પ્રભાવિત કરી શકે છે. click here

ABOUT THE AUTHOR

...view details