- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. વડાપ્રધાનમોદી આજે ગતિ શક્તિ માસ્ટર પ્લાન લોન્ચ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કરશે.
2.લખીમપુર હિંસા મામલે કોંગ્રેસના નેતાઓ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે
રાહુલ ગાંધી સહિત પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. પાર્ટીએ તેમને આ અંગે સમય માંગતો પત્ર લખ્યો હતો.
3. IPL 2021: આજે કોલકાતા અને દિલ્હી વચ્ચે જામશે જંગ
આજે IPL માં કોલકાતા નાઇટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ યોજાશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ, હથિયારો અને ગ્રેનેડ જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હીમાંથી એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી તરીકે થઈ છે. તે ISI ના ઈશારે કામ કરતો હોવાની માહિતી મળી હતી. આરોપી પાસેથી અત્યાધુનિક હથિયારો અને ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.click here
2. 2 થી 18 વર્ષ સુધીના બાળકોને કોવેક્સિન આપવા DCGIએ આપી મંજૂરી
કોરોના સામે ચાલી રહેલી લડાઈ દરમિયાન ગઈકાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા. DCGI એ 2 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિન (Covaxin) ને મંજૂરી આપી હતી. DCGI પ્રમાણે બાળકોને વેક્સિન (Corona Vaccine For Children)ના 2 ડોઝ આપવામાં આવશે. બાળકોને 28 દિવસમાં વેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવશે. click here
3. અમિત ખરેની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક
PMO સલાહકાર તરીકે ગઈકાલે 1985 બેચના IAS અધિકારી અમિત ખરેની નિમણૂક કરવામાં આવી હતી. અમિત ખરેને PM મોદીના નજીકના માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમિત ખરે 30 સપ્ટેમ્બરના સચિવના પદથી રિટાયર થયા હતા. click here
શક્તિ વંદના: કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી સમાજસેવા કરનાર ડો.માધવી પટેલની ETV BHARAT સાથે વાતચીત...
એક સ્ત્રી સમાજમાં કેવી રીતે પરિવાર અને સમાજને સાચવીને ચાલવામાં સફળ રહે છે, તેવા અનેક દાખલાઓ સમાજમા છે. આજે આપણે ભાવનગરના એવાંજ એક મહિલાના સમાજ સેવા વિશે જાણીશું. તેમણે કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી વિશેષ સેવાઓ આપી છે. click here
વાળને સુંદર, સ્વસ્થ અને મજબૂત બનાવવા છે? આ છે તેલ માલિશની સાચી રીત
મસ્તિષ્ક ઉપરની ત્વચા પર તેલ માલિશ કુદરતી રીતે વાળને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. આપણાં વડીલો જ નહીં પરંતુ ડોકટરો પણ માને છે કે માથામાં તેલની માલિશ નિયમિત કરવાથી વાળનું સ્વાસ્થ્ય અને સુંદરતા જળવાઈ રહે છે. click here