- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1.રાજ્યના 24 પ્રધાનો આજથી 10 ઓક્ટોબર સુધી જનઆશીર્વાદ યાત્રા યોજશે
ગુજરાતમાં નવી સરકાર બની ગઈ, નવા પ્રધાનોને ખાતાની વહેંચણી પણ થઈ ગઈ. હવે આજથી રાજ્ય સરકારના નવનિયુક્ત પ્રધાનોની જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirwad Yatra) આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન પ્રધાનો પ્રજાની વચ્ચે જઈને તેમના આશીર્વાદ મેળવશે. સરકારની યોજનાઓ (Government schemes) લોકો સુધી પહોંચે અને ભાજપે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાના હેતુસર આ યાત્રા યોજાશે.
2.આજે RSS ચીફ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે, કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમ મુલાકાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત આજથી જમ્મુની ચાર દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન RSS ના સરસંઘચાલક અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. સંઘની પરંપરા મુજબ દર વર્ષે સરસંઘચાલક અને સરકારવાહ સંગઠનાત્મક કાર્યના ભાગરૂપે દેશના તમામ પ્રાંતોમાં પ્રવાસ કરે છે અને અગ્રણી વ્યક્તિઓ સાથે વાતચીત કરે છે. ઉલ્લેખનીય છે કે, કલમ 370 અને 35 A નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ- કાશ્મીરમાં શ્રી ભાગવતની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ તેમણે વર્ષ 2016 માં જમ્મુની મુલાકાત લીધી હતી.
3.વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: રાજુ ભટ્ટને આજે કોર્ટમાં રજૂ કરાશે
વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટની મંગળવારે ધરપકડ કરાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવ્યા બાદ આજે તેને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન મળશે, PM પોષણ યોજના શરૂ થશે: અનુરાગ ઠાકુર
પીએમ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી પાંચ વર્ષ માટે પીએમ પોષણ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે દેશભરની 11.2 લાખથી વધુ સરકારી અને સરકારી સહાયિત શાળાઓના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવા માટે પીએમ પોષણ યોજનાશરૂ કરવાની મંજૂરી આપી હતી. click here
2.CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક, ટૂંક સમયમાં જાહેર કરાશે અતિવૃષ્ટિ રાહત પેકેજ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટની બેઠક (Cabinet meeting) યોજાઈ હતી. જેમાં ગાંધી જયંતિની ઉજવણી, સૌરાષ્ટ્ર માટે અતિવૃષ્ટિ રાહત પેકેજ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) માટે કેબિનેટ પ્રધાનોને વિવિધ જિલ્લાઓના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. click here
3. IPL 2021: દિલ્હીના કેપ્ટન પંતે સેહવાગનો રેકોર્ડ તોડ્યો
શારજાહમાં KKR સામેની IPL 2021 ની મેચ દરમિયાન ગઈકાલે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે વિરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડીને પોતાની ટીમ માટે એક સિદ્ધિ હાંસલ કરી હતી. click here
4. ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા મનીષ સિસોદિયા, ભાજપ-કૉંગ્રેસ પર કર્યા પ્રહાર
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Corporation Election 2021)માં 3 ઓક્ટોબરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે અહીં પ્રચાર માટે 'આપ'ના દિગ્ગજ નેતા મનીષ સિસોદીયા (Manish Sisodia) આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પર અનેક પ્રહાર કર્યા હતા. click here
ગાંધીનગરની જનતા BJPથી મુક્તિ ઈચ્છે છે, અત્યાર સુધી વિકલ્પ ન હતો, હવે AAP છે: મનીષ સિસોદિયા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Municipal corporation Election) આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ પહેલીવાર ચૂંટણી લડી રહી છે. ત્યારે આ પ્રચાર અભિયાનમાં AAPના દિગ્ગજ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Manish Sisodia) આજે બુધવારે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જેમને પ્રચાર અભિયાનના ભાગરૂપે પેથાપુરમાં જનમેદની સાથે રોડ-શો કર્યો હતો. ત્યારે તેમને ખાસ ETV Bharat સાથે વાત કરી હતી. click here
World Heart Day : હૃદયના દર્દીઓમાં વધારો થવાના ચિંતાજનક કિસ્સાઓ, આજે વિશ્વ હૃદય દિવસ છે
છેલ્લા કેટલાક વર્ષોમાં, હૃદયના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ કોવિડ ચેપને કારણે, લોકોને હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ કારણે, વિશ્વ હૃદય દિવસ દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ લોકોને હૃદયની બીમારીઓ વિશે જાગૃત કરવાનો અને વધુ સારા સ્વાસ્થ્ય માટે હૃદયની સંભાળની જરૂરિયાત છે. click here