- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા ગુજરાતના પ્રવાસે, પેથાપુરમાં ભવ્ય રેલી કરશે
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને દરેક પક્ષ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ગુજરાત પ્રવાસે છે.
2. એર ઇન્ડિયા માટે નાણાકીય બિડ આજે ખુલી શકે છે
CNBC એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ભારત સરકાર 15 ઓક્ટોબર સુધીમાં એર ઇન્ડિયા માટે વિજેતા બિડની જાહેરાત કરવાની દિશામાં કામ કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કેરિયર માટે નાણાકીય બિડ આજે ખોલવામાં આવે તેવી શક્યતા છે.
3. IPL 2021: આજે રાજસ્થાન અને બેંગ્લૂરું આમને સામને
આજે IPL માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે જંગ જામશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. સિદ્ધૂ બાદ પંજાબ કોંગ્રેસના વધુ 2 નેતાઓના રાજીનામાૃ
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ ગઈકાલે સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાનું રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી. જોકે, સિદ્ધૂના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસના અન્ય 2 નેતાઓએ રાજીનામા આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. click here
2. વિધાનસભામાં કૌશલ્ય યુનિવર્સિટી શિક્ષણ બિલ સર્વાનુમતે પાસ, જાણો તેની ખાસિયત
ગુજરાત રાજ્યના યુવાધનને 'કૌશલ્ય સાથે શિક્ષણ' અને 'દરેક યુવાનને કૌશલ્ય' મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની' સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે ગઈકાલે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, 2021 વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. click here
3. IPL 2021 : સુનીલ અને રાણાએ KKRને જીત અપાવી, દિલ્હીને 3 વિકેટે હરાવ્યું
IPL 2021 ની 41 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. કોલકાતાએ દિલ્હીને ત્રણ વિકેટે હરાવ્યું હતું. IPLના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ હજુ બીજા નંબરે છે, જ્યારે KKR 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. click here
PM ડિજિટલ હેલ્થ મિશન: હવે દરેક ભારતીય પાસે હશે ડિજિટલ હેલ્થ કાર્ડ, જાણો તેનાથી કયા-કયા ફાયદા થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ હેલ્થ મિશનને આખા દેશમાં લાગુ કરી દીધું છે. આ મિશન હેઠલ દરેક ભારતીય નાગરિકની હેલ્થ આઈડી બનાવવામાં આવશે. આ નાગરિકોના હેલ્થ એકાઉન્ટ તરીકે પણ કામ કરશે. અત્યારે આ યોજના સ્વૈચ્છિક છે. જાણો 'પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન'ની ડિટેઇલ. click here
'રાગી'ના પોષણ મૂલ્યને જાણો છો ?
ન્યુટ્રિશનિસ્ટ્સ અને ખોરાક નિષ્ણાતો હંમેશા વજન ઘટાડવા માટે ડાયટિંગને બદલે યોગ્ય આહાર અને કસરતોની ભલામણ કરે છે. તંદુરસ્ત રહેવામાં વજન ઘટાડવામાં કસરતની ભૂમિકા યોગ્ય, સંતુલિત અને પૌષ્ટિક આહાર જેટલી જ મહત્વની છે. અમે આપને એવા જ એક આહાર વિશે માહિતી આપવા જઈ રહ્યાં છીએ જે માત્ર વજન ઘટાડવામાં જ નહીં, શરીરને સંપૂર્ણ પોષણ આપવામાં પણ ખૂબ મદદરૂપ છે. click here