ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: આજે કેબિનેટની બેઠક યોજાશે, વડાપ્રધાન મોદી આજથી અમેરિકાના પ્રવાસે, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Plants with medicinal herbs
Plants with medicinal herbs

By

Published : Sep 22, 2021, 6:02 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે રાજ્યમાં કેબિનેટની બેઠક યોજાશે

આજે રાજ્યમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેબિનેટની બેઠક યોજાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

2. વડાપ્રધાનનો અમેરિકાનો પ્રવાસ, આજે થશે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકા જવા માટે રવાના થશે. વડાપ્રધાન મોદી સાથે વિદેશ પ્રધાન, NSA સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધી મંડળ પણ અમેરિકા જશે.

3. IPL 2021: દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ

આજે IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જંગ જામશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. કોરોનાની સારવાર માટે સેપ્સીવેકને મંજૂરી આપનાર ફિલિપાઈન્સ પ્રથમ દેશ

કોરોનાની તાકીદની સારવાર માટે ગઈકાલે અમદાવાદ સ્થિત કેડીલા ફાર્માસ્યુટિકલ્સે વિકસાવેલી સેપ્સીવેકને મંજૂરી આપનાર ફિલિપાઈન્સ પ્રથમ દેશ બન્યો હતો. click here

2. પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે

પંચાયતપ્રધાન બ્રિજેશ મેરજાની ડીડીઓ સાથે ગઈકાલે બેઠક યોજાઇ હતી. રાજ્યના તમામ ડીડીઓ વીડિઓ કોન્ફરન્સથી જોડાયા હતાં. બેઠકમાં ગ્રામીણ વિકાસની યોજનાઓ મુદ્દે મીડિયા સમક્ષ વાત કરતા અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું કે, "પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6 થી 8 મહિનામાં કરવામાં આવશે." જેથી આ ક્ષેત્રે જોડાવા માગતા યુવાનો માટે સારા સમાચાર છે. click here

3.અમદાવાદમાં ફાયર સેફ્ટી ન ધરાવતી 122 શાળાઓને અપાઈ ક્લોઝર નોટિસ

અમદાવાદમાં ફાયર સેફ્ટી ન હોય તેવી કુલ 122 શાળાઓને મનપાના ફાયર વિભાગે ગઈકાલે ક્લોઝર નોટિસ પાઠવી હતી. 7 દિવસની અંદર આ શાળાઓએ ફાયર સેફ્ટી ઉભી કરવી પડશે. નહીં તો મનપા આવા એકમો સામે કડક કાર્યવાહી કરી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે પણ મ.ન.પા.એ 37 શાળાઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી. click here

  • Sukhibhava:

હવે ઘરમાં ઉગાડો ઔષઘીય જડીબુટ્ટીઓ વાળા છોડ

શું તમે જાણો છો કે ગુણધર્મો ધરાવતી ઘણી ઔષધિઓ અથવા છોડ કે જે સ્વાસ્થ્યને લાભ કરે છે, તમે તેને સરળતાથી તમારા બગીચામાં અથવા બાલ્કનીમાં રાખેલા કુંડામાં પણ ઉગાડી શકો છો. આ છોડનો આયુર્વેદ અને અન્ય વૈકલ્પિક દવાઓમાં પણ ઉલ્લેખ છે. click here

  • video of the day:

સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી

સુરતના મજુરાગેટ ખાતે જર્જરિત હાલતમાં ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ ધરાવતા મજુરા ફાયર સ્ટેશનની છેલ્લા 2 વર્ષથી ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓ વચ્ચે આજે મંગળવારે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ ડીમોલીશન પહેલા બન્ને બાજુના રસ્તાઓ બંધ કરીને આ કામગીરી હાથ ધરી હતી અને પત્તાના મહેલની જેમ બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું. click here

સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી

ABOUT THE AUTHOR

...view details