- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1.આજે ગણેશ ચતુર્થી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉજવાશે
આજે ભાદરવા વદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉજવાશે. ગણેશ પૂજાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. લોકો હર્ષોલ્લાસ સાથે કરશે ઉજવણી.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. 13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, ભારત અધ્યક્ષ
વડાપ્રધાન મોદીએ ગઈકાલે 13માં બ્રિક્સ સંમેલનને સંબોધી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે ઘણી સિદ્ધીઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, આજે અમે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવશાળી અવાજ છીએ. ઉલ્લેખનીય છે કે, ભારત આ સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. click here
2. રાજ્ય સરકારની જાહેરાત : દિવ્યાંગોને પંચાયત સેવા વર્ગ-3ની ભરતીમાં 4 ટકા અનામત
રાજ્યમાં દિવ્યાંગોને સમાન હક અને સમાન અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે, ત્યારે ગઈકાલે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન પ્રમાણે હવે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યાઓ અનામત રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. click here
3. PM Modi આજે ભારતીય સ્ટાર પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (ગુરુવારે) ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) 2020ના ભારતીય દળના ખેલાડીઓને મળ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympics) ખેલાડીઓની જેમ જ વડાપ્રધાન આ ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે આ અંગે જાહેરાત કરી હતી. click here
4. NIRF રેન્કિંગમાં IIT મદ્રાસની દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન તરીકે પસંદગી
કેન્દ્રિય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે વર્ષ 2021 ની નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગ (NIRF) જાહેર કરી હતી. જેમાં આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરીમાં IIT મદ્રાસની દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન તરીકે પસંદગી થઈ હતી. click here
જાણો દુનિયાના આ દેશોએ પોતાની સરહદ પર કેમ બનાવી છે વિશાળ દીવાલ
શું તમે જાણો છો કે દુનિયાના કેટલાક દેશો એવા છે જેમની બૉર્ડર પર કાંટાળા તાર નહીં, પરંતુ સેંકડો કિલોમીટર લાંબી દીવાલ છે. આખરે તે દેશો કયા છે અને આવી દિવાલ બનાવવાનું કારણ શું છે? તસવીરો સાથે સમગ્ર માહિતી જાણવા માટે આ સંપૂર્ણ સમાચાર વાંચો. click here
રાજ્યના 4 જિલ્લામાં શરૂ કરાયો સીરો સર્વે, બ્લડ સેમ્પલમાં 74 ટકા લોકોને એન્ટિબોડી આવી સામે: મનોજ અગ્રવાલ
સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને તજજ્ઞો દ્વારા અનેક આગાહી કરવામાં આવે છે. ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ત્રીજી લહેર કેવી રહેશે. તે બાબતે કેન્દ્ર સરકારના સૂચન પ્રમાણે રાજ્ય સરકારે રાજ્યના ચાર મોટા અને મહત્ત્વના જિલ્લાઓમાં સીરો સર્વે કર્યો હતો. જેમાં 74 ટકા લોકોને એન્ટીબોડી ધરાવતા હોવાની વિગતો સામે આવી છે. વધુ જાણો...click here