ગુજરાત

gujarat

ETV Bharat / bharat

top news: આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ, ટોક્યો પેરાલિમ્પિકમાં ખેલાડી ઉતરશે મેદાને. વાંચો માત્ર એક ક્લિકમાં... - 125 rupee commemorative silver coin

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Sep 2, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1.આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ થશે

કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી આજથી શાળાઓમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે.

2.ટોક્યો પેરાલિમ્પિક 2020: સ્વિમીંગ, ટેકવેન્ડો, શુટીંગ સહિતની રમતોમાં ખેલાડી ઉતરશે મેદાને

આજે ટોક્યો પેરાલિમ્પિકમાં સ્વિમીંગ, ટેકવેન્ડો, શુટીંગ, એથ્લેટિક્સ સહિતની રમતોમાં ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. ગઈકાલના પ્રદર્શન બાદ આજે ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. 17 સપ્ટેમ્બર પીએમ મોદીનો જન્મદિવસ, 3 જગ્યાએ થશે ઉજવણી, કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં પાણી મુદ્દે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી મુદ્દે, બીપીએલ કાર્ડ મુદ્દે અને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. click here

2. PM મોદીએ શ્રી પ્રભુપાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે બહાર પાડ્યો સ્મારક સિક્કો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદની 125મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યુ હતું અને તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મારક ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો. click here

3. સીએમ વિજય રૂપાણીનો નિર્ણય : જનભાગીદારી કામોમાં 20 ટકા રકમ ફાળવી શકાશે

સીએમ વિજય રૂપાણીએ ગઈકાલે નિર્ણય જાહેર કર્યો હતો કે જનભાગીદારીના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવા પડતાં નાણાંમાં હવેથી ધારાસભ્ય-કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય પોતાની ગ્રાન્ટમાંથી 10ને બદલે 20 ટકા પોતાની સંમતિથી રકમ ફાળવી શકશે. click here

4. રાકેશ ટિકૈતનો દાવો, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા થઈ શકે છે મોટા હિન્દુ નેતાની હત્યા

હરિયાણાના સિરસામાં ગઈકાલે રાકેશ ટિકૈતે કહ્યું કે, ભાજપ કરતા વધુ ખતરનાક કોઈ પાર્ટી નથી. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અગાઉ કોઈ મોટા હિન્દુ નેતાની હત્યા થઈ શકે છે. click here

5.ભારતભરમાં એક જ દિવસમાં 10 કરોડ લોકો કરશે ધર્મ પરિવર્તન, દિલ્હી સરકારના પ્રધાનનો દાવો

સુરત ખાતે સમતા સૈનિક દળના કાર્યક્રમમાં ગઈકાલે દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, વર્ષ 2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે. click here

  • exclusive:

ચોંકાવનારો ખુલાસો - અરવલ્લીમાં 4 દિવસ અગાઉ થયેલો બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હતો: જિલ્લા SP

અરવલ્લી જિલ્લામાં શામળાજીના ગોઢફુલ્લામાં 4 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો. ત્યારે આ બ્લાસ્ટ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેન્ડથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકને 6 મહિના પહેલા તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. ત્યારથી તેણે આ ગ્રેનેડ ઘરમાં જ રાખ્યો હતો. જોકે, 28 ઓગસ્ટે આ ગ્રેનેડ ખોલતા ઘરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં તેનું અને 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. click here

  • sukhibhava:

નેત્રદાન મહાદાનઃ રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું 2021

વ્યક્તિનું આંખનું દાન એક અંધ વ્યક્તિને સર્જીકલ પ્રક્રિયા દ્વારા ફરીથી દ્રષ્ટિવાન બનાવવાની મંજૂરી આપે છે. મોટાભાગના કિસ્સાઓમાં કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવી શકે છે. પરંતુ આ માટે ખૂબ જ જરૂરી છે કે લોકોને નેત્રદાન માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવે. આ હેતુ માટે દર વર્ષે 25 ઓગસ્ટથી 08 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. click here

ABOUT THE AUTHOR

...view details