ગુજરાત

gujarat

ETV Bharat / bharat

top news : આજે ટોક્યો પેરાલિમ્પિક 2020 માં ખેલાડીઓ કરશે ભારતનું પ્રતિનિધિત્વ. વાંચો માત્ર એક ક્લિકમાં... - New drone policy

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Aug 27, 2021, 6:16 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1.ટોક્યો પેરાલિમ્પિક 2020: શોટપુટ, આર્ચરી સહિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડી મેદાને

આજે ટોક્યો પેરાલિમ્પિક 2020 ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડી મેદાને ઉતરશે. જેમાં શોટપુટ, આર્ચરી, ટેબલ ટેનિસ જેવી વિવધ રમતોમાં ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. કાબુલ એરપોર્ટ પર ભયાનક વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકોના મોતની આશંકા

કાબુલ એરપોર્ટના ગેટ પર ગઈકાલે વિસ્ફોટના સમાચાર મળ્યા હતા. આ બાદ ફરી એરપોર્ટ નજીક બરૂન હોટલ પાસે થયો હતો, જ્યાં બ્રિટિશ સૈનિકો રોકાયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાની આશંકા પણ જોવા મળી રહી છે. આ વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા હતા. જેની તાલિબાન દ્વારા માહિતી આપવામાં આવી હતા. વિસ્ફોટ બાદ એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ છે. click here

2. માં કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય, ગણતરીના કલાકોમાં જ મળશે સહાય

રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને લઈને સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે, સરકારે માં કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી કરીને ધારકોને ગણતરીના કલાકોમાં જ સહાય આપવા યોજના બનાવી છે. click here

3.નવી ડ્રોન પોલિસી કરાઈ જાહેર, રજીસ્ટ્રેશન કે લાઇસન્સ ઇશ્યૂ કરવા માટે કોઇ મંજૂરીની જરૂર નહીં

સરકારે નવી ડ્રોન પોલિસી જાહેર કરી છે. નવા ડ્રોન નિયમો 2021 હેઠળ રજિસ્ટ્રેશન અથવા લાયસન્સ જાહેર કરતા પહેલા કોઈ સુરક્ષા મંજૂરીની જરૂર રહેશે નહીં. જાણો શું છે, સંપૂર્ણ ડ્રોન પોલિસી... click here

4. રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રી કરફ્યૂ 15 સપ્ટેમ્બર સુધી લંબાવાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને જિલ્લાઓમાં કરફયૂનો નિર્ણય કર્યો હતો. જેમ જેમ કોરોનાના કેસ કંટ્રોલમાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને અનેક જિલ્લાઓ અને શહેરોમાંથી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. અત્યારે 8 મહાનગર પાલિકા વિસ્તારમાં જ રાત્રી કરફ્યૂ અમલી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુરુવારે સત્તાવાર નોટિફિકેશન કરીને રાત્રી કરફ્યૂ 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. click here

  • explainers:

ભારતની રાજનીતિમાં હાહાકાર મચાવનાર પેગાસસ સ્પાયવેર શું છે ?

પેગાસસ સ્પાયવેર (Pegasus Spyware) એ હાલમાં ભારતની રાજનીતિમાં હાહાકાર મચાવ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી હાલ તેની જ ચર્ચા થઈ રહી છે. આ સ્પાયવેર ખરેખર શું છે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ... click here

  • sukhibhava:

ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

ભાવનાત્મક અસ્વસ્થતા શરીરમાં વિભિન્ન પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી ખૂબ જરુરી છે કે પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સાથે ભાવનાત્મક સ્વાસ્થ્યને લઇને સચેત રહો. click here

ABOUT THE AUTHOR

...view details