- આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે
1.ટોક્યો પેરાલિમ્પિક 2020: બે ખેલાડીઓ ટેબલ ટેનિસમાં લેશે ભાગ
આજથી ટોક્યો પેરાલિમ્પિક 2020 શરૂ થઈ રહી છે. જેમાં ટેબલ ટેનિસમાં ગુજરાતની બે ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
2. ધોરણ 10 ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ
કોરોનાકાળમાં રાજ્ય સરકારે ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી, ત્યારે કોરોનાના કેસ ઘટતા ધોરણ-10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ આજે સવારે 8 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. click here
3. મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠક મહત્વ પૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે આ બેઠકમાં કોરોના વેક્સિન, શાળાઓ શરૂ કરવી, પીવાના પાણી અને સિંચાઈના મુદ્દે થશે ચર્ચા કરવામાં આવી શકે છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે
1. ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાને આપી શુભેચ્છા
ટોક્યો પેરાલિમ્પિક 2020 (Tokyo Paralympics 2020) નો પ્રારંભ થઈ ગયો છે. જેમાં 22 રમતો માટે ખેલાડીઓ મેદાને ઉતરશે. 4 સપ્ટેમ્બર સુધી 54 ભારતીય ખેલાડી 9 રમતોની 63 ઈવેન્ટ્સમાં પોતાનું નસીબ અજમાવશે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વડાપ્રધાને આ ખેલાડીઓ સાથે વચ્યૂઅલ માધ્યમથી વાત કરી હતી.click here
2. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ રાણેએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ રાજ્ય સરકારના નિશાના પર હતા. click here
3. વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એ રશિયાના રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર તાલીબાનના મુદ્દા પર વાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ 45 મિનિટથી વધુ સમય સુધી ચર્ચા કરી હોવાની વાત સામે આવી હતી. click here
શિક્ષક સજ્જતા કસોટી મુદ્દે શિક્ષણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવ સાથે ખાસ વાતચીત
આજે મંગળવારથી રાજ્યભરમાં શિક્ષક સજ્જતા કસોટી શરૂ કરવામાં આવી છે. આ કસોટીને લઈને વિવિધ શિક્ષક સંઘો દ્વારા જુદા જુદા વલણ અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ કસોટીને લઈને શિક્ષકોના અને સામાન્ય લોકોના મનમાં ઉભા થયેલા વિવિધ પ્રશ્નોના જવાબો મેળવવા ETV Bharat દ્વારા શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે શું કહ્યું, જાણવા માટે વાંચો આ અહેવાલ… click here
અમદાવાદના નારાણપુરામાં બનશે રૂપિયા 584 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ
અમદાવાદ જિલ્લાના નારણપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (Sports Complex) બનવા જઈ રહ્યું છે. નારણપુરા (Naranpura) વિસ્તાર હાલના કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહ (Amit Shah) નો એક સમયનો વિધાનસભા મત વિસ્તાર હતો. આ સ્પોર્ટ્સ કોપ્લેક્ષ 584 કરોડના ખર્ચે 19.65 એકર જમીનમાં બનશે. આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ વિશે વધુ જાણવા માટે... click here