- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે, હેલિકોપ્ટરથી ફૂલની વર્ષા થશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 75 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાના પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રથમ વખત હશે જ્યારે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર સ્થળ પર ફૂલો વરસાવશે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેતા અને બે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના અધિકારીઓને લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બરછી ફેંક સ્પર્ધામાં ભારતના પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક વિજેતા અને આર્મી સુબેદાર નીરજ ચોપરા સહિત બત્રીસ ઓલિમ્પિક વિજેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
2. જૂનાગઢમાં ઉજવવામાં આવશે 75 મો સ્વતંત્રતા દિવસ
રાજ્યકક્ષાની 75 મા સ્વતંત્ર પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે થવા જઈ રહી છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન આ 30 શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. કચ્છ સરહદે BSFએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાની રેન્જર્સને શુભેચ્છાઓ પાઠવી
14મી ઓગસ્ટ 2021ના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના પ્રસંગે BSF અને પાકિસ્તાન રેન્જર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આઝાદીના 75 વર્ષ થયા છે. જેની ઉજવણી દર સાલની જેમ આ વખતે પણ બન્ને પડોશી દેશો ઉજવી રહ્યા છે. click here
2. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને કર્યા સંબોધિત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના 75માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનથી તેમનું સંબોધન અંગ્રેજી અને હિન્દીમાં સીધુ પ્રસારિત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ દેશવાસિયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને તે સાથે ઘણી મહત્વપૂર્ણ બાબતો પણ કહી હતી. click here