- આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં વિરોધ પ્રદર્શન
આજે આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં સાંજના 6:00 વાગે ગાંધી ચોક સ્થિત પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવ વધારાની સામે સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
- જુનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું
આજે જુનાગઢ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળવા જઈ રહ્યું છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં કેટલાક વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી કોઈ નવા વિષયનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે.
- લઘુમતી શાળાઓએ શિક્ષકોની ભરતીને લઈને હાઇકોર્ટમાં સુનવણી
આજે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યની વિવિધ લઘુમતી શાળાઓએ તેમના શિક્ષકોની ભરતીને લઈ રાજ્ય સરકારના સર્ક્યુલરને ચેલેન્જ કર્યું છે. આ માટે આજે હાઇકોર્ટમાં સુનવણી છે.
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વિરોદ્ધમાં રાજ્ય કોંગ્રેસનું તબક્કાવાર આંદોલન
કોંગ્રેસનું તબક્કાવાર આંદોલન
ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રાજ્ય કોંગ્રેસનું તબક્કાવાર આંદોલન ચાલી રહ્યું છે. આજે સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો પેટ્રોલ પમ્પ પર સહી અભિયાન ચલાવશે. બીજી તરફ, RJDએ આજે રાંચીમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓને લોકવિરોધી ગણાવી છે.
- આજથી 4 દિવસ સુધી કોંગ્રેસ સંગઠની મીટિંગોનો રાઉન્ડ
મધ્યપ્રદેશના ભોપાલમાં શહેરી મંડળ અને પેટા-ચૂંટણીઓની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા કોંગ્રેસ સંગઠનો સોમવારે બેઠક કરશે. કમલનાથ પાર્ટી હાઈકમાન્ડને મળ્યા પછી પાછા ફર્યા હતા. સોમવારથી 4 દિવસ સુધી મીટિંગોનો રાઉન્ડ ચાલશે.
- કોંગ્રેસની ટીમ મુખ્યપ્રધાન સમક્ષ નિવેદન રજૂ કરશે
કોંગ્રેસની ટીમ મુખ્યપ્રધાન સમક્ષ નિવેદન રજૂ કરશે
મધ્યપ્રદેશના ભોપાલમાં બકરીઇદ પરની ઇદગાહ અને મસ્જિદમાં પ્રવેશ માટે કોંગ્રેસની ટીમ આજે સોમવારે સવારે 11 વાગ્યે મુખ્યપ્રધાન સમક્ષ એક નિવેદન રજૂ કરશે.
- સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે
સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ
સંસદના મહત્વપૂર્ણ ચોમાસુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય નેતાઓની બેઠકનું આયોજન કર્યું હતું. વડાપ્રધાનએ એક બેઠકમાં જણાવ્યું હતું કે, ઘણા સાંસદોએ મૂલ્યવાન સૂચનો આપ્યા છે અને બંને ગૃહોમાં અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ.
- આજના દિવસે ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું
ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું
ભારતમાં જુલાઈ 19ના રોજ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેથી આ દિવસને દેશના બેંકિંગ ઇતિહાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 19 જુલાઈ1969ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 14 ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. આ બેંકો પર મોટા ઔદ્યોગિક મકાનોનો કબ્જો હતો. રાષ્ટ્રીયકરણનો બીજો રાઉન્ડ 1980માં આવ્યો હતો. જે હેઠળ વધુ સાત બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું.
- ઉત્તરાખંડમાં 27 જુલાઈ સુધી કર્ફ્યુ લંબાઈ શકે
ઉત્તરાખંડમાં ઘટતા જતા કોરોનાના કેસ છતાં સરકાર વધુ ઢીલ આપવાના મૂડમાં નથી. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, કોવિડ કર્ફ્યુ 27 જુલાઈ સુધી લંબાઈ શકે છે. આ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ આજે SOP જાહેર કરશે.
- ગોવામાં કર્ફ્યુમાં વધુ એક સપ્તાહનો વધારો
ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત
ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના કર્ફ્યુમાં વધુ એક સપ્તાહ 26 જુલાઇ સુધી વધારવામાં આવશે. કર્ફ્યુન આજે સોમવારે પૂર્ણ થવાનું હતું, પરમતુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું. હાલના કર્ફ્યુનો હુકમ સોમવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે.