- ગૃહપ્રધાન અમિત શાહની આજથી ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે
અમિત શાહ અમદાવાદ શહેરમાં અને આસપાસ જલ વિતરણ પ્રોજેક્ટ, એક કમ્યુનિટી હોલ અને નગર અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલ એક વોર્ડ કાર્યાલય સહિત ઓનલાઇન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
- કેબિનેટ પ્રધાન 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે
કેબિનેટ પ્રધાન આજે સાબરકાંઠાની મુલાકાત લેશે. હિંમતનગર નજીક આવેલા દેરોલ ખાતે 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે. છેલ્લા કેટલાય સમયથી દેરોલ વિસ્તારમાં વીજળી માટે થતી હેરાનગતિ દૂર થશે.
- પાંથાવાડા માર્કેટયાર્ડમાં આજે પરિણામ જાહેર થશે
પાંથાવાડા માર્કેટયાર્ડમાં આજે પરિણામ જાહેર થશે
પાંથાવાડા માર્કેટયાર્ડમાં ગઇકાલે 97 ટકા મતદાન પછી આજે પરિણામ જાહેર થશે. ભાજપની જ ત્રણ પેનલ આમને સામને હોવાથી આ પરિણામ પર સૌની નજર છે.
- ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બન્યા પછી પુષ્કરસિંહ ધામી પહેલીવાર દિલ્હી પહોંચ્યા
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ મળી શકે છે. તેઓ કેટલાક કેન્દ્રીય પ્રધાનોને પણ મળવાના છે.
- રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજે ચોમાસું શરૂ થઇ શકે
ઉત્તર ભારતમાં ચોમાસું શરૂ થઇ શકે
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આગામી 24 કલાકમાં ચોમાસું ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારત તરફ આવી શકે છે, દિલ્હીમાં 15 વર્ષમાં સૌથી મોડી ચોમાસાની શરીઆત થશે.
- ઓડિશામાં ચંદ્રક જીતનારને રોકડ ઇનામ મળશે
ઓડિશા સરકારની રાજ્યના ખેલાડીઓમાં ઉત્સાહ વધારવા પહેલ કરવામાં આવી છે. જો રાજ્યના ખેલાડીઓ જો ઓલિમ્પિકમાં ચંદ્રક જીતશે તો તેને રોકડ ઇનામ મળશે.
- મધ્યપ્રદેશમાં માછીમારોનું સન્માન તથા પ્રશિક્ષણ ભવનનું લોકાર્પણ
માછીમારોનું સન્માન તથા પ્રશિક્ષણ ભવનનું લોકાર્પણ
મધ્યપ્રદેશમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમિતિઓ તથા માછીમારોનું સન્માન તથા પ્રશિક્ષણ ભવનનું લોકાર્પણ આજે સવારે થશે. અને માછીમારોનું ઉદઘાટન કરવામાં આવશે. કાર્યક્રમની અધ્યક્ષતા તુલસીરામ સિલાવત અને મુખ્ય અતિથિ ડૉ. પ્રભુરામ ચૌધરી કરશે.
- મધ્યપ્રદેશના રાજ્યપાલ ઉજ્જૈનની મલાકાતે
મધ્યપ્રદેશના નવનિયુક્ત રાજ્યપાલ મંગુભાઇ છગન ભાઈ પટેલ ઉજ્જૈન પહોંચી મહાકાલના દર્શન કરીને સેવાધામ આશ્રમની મુલાકાત લેશે. આ માટે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
- મિર્ઝાપુરમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
મિર્ઝાપુરમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
યુપીના મિર્ઝાપુરમાં આજે 10 જુલાઇએ સિવિલ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત કેસના નિકાલ માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કુલ 25,523 કેસની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ લાલચંદ ગુપ્તાએ ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી હતી.
- જિલ્લા અદાલતોમાં લોક અદાલતનું આયોજન
જિલ્લા અદાલતોમાં લોક અદાલતનું આયોજન
મધ્યપ્રદેશમાં આજે તમામ જિલ્લા અદાલતોમાં લોક અદાલત યોજાશે. વાટાઘાટોવાળી બાબતો જેવી સમસ્યાઓનું સમાધાન થશે.