- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે એક દિવસીય વર્કશોપ યોજાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સાથે એક દિવસીય વર્કશોપ યોજાશે
- મોદી કેબિનેટનો આ અઠવાડિયામાં થઈ શકે છે વિસ્તાર, આજે PM મોદીના ઘરે થશે મોટી બેઠક વડાપ્રધાન મોદી
કેબિનેટ વિસ્તારને લઈને વડાપ્રધાન મોદીના ઘર પર મંગળવારની સાંજે મોટી બેઠક થવાની છે. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, પ્રહ્વાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત.
- છત્તીસગઢ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ આજે સંસ્કૃતિ તથા ખાદ્ય વિભાગના કાર્યોની કરશે સમીક્ષા છત્તીસગઢ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ
છત્તીસગઢ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ 6 જૂલાઈના રોજ સંસ્કૃતિ તથા ખાદ્ય વિભાગના કાર્યોની સમીક્ષા કરશે. મુખ્યપ્રધાન બઘેલ પોતાના નિવાસ કાર્યાલયે આયોજીત બેઠકમાં સંસ્કૃતિ તથા ખાદ્ય વિભાગના કાર્યોની સમીક્ષા કરશે. બેઠક બપોરે 12 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધી આયોજીત કરવામાં આવી છે.
- મધ્યપ્રદેશના પ્રવાસે રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ઉજ્જૈન અને ઈન્દોરમાં રહેશે મધ્યપ્રદેશના પ્રવાસે જ્યોતિરાદિત્ય સિંધિયા
4 દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસે રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા 6 જુલાઈના રોજ ઉજ્જૈન અને ઈન્દોરમાં રહેશે. કેટલાયે કાર્યક્રમોમાં સામેલ થશે. તેમજ 7 જુલાઈના રોજ જ્યોતિરાદિત્ય સિંધિયા ઈન્દોરથી દિલ્હી પરત ફરશે.
- હેમંતની કેબિનેટની આજે 4 વાગ્યે ઝારખંડ મંત્રાલયમાં થશે બેઠક, અનેક મહત્વના લેવાશે નિર્ણયો હેમંતની કેબિનેટની આજે 4 વાગ્યે ઝારખંડ મંત્રાલયમાં થશે બેઠક
હેમંતની કેબિનેટ બેઠક આજે બપોરે 4 વાગ્યે ઝારખંડ મંત્રાલયમાં થશે. તો બીજી તરફ કેટલાયે મહત્વના પ્રસ્તાવો પર લાગશે મહોર.
- જેપી નડ્ડા આજે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા