આજે જેઠ વદ અગિયારસ છે, દુધધારા પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા છે
આજે જેઠ વદ અગિયારસ છે. પાછલા 50 વર્ષ કરતા વધુ સમયથી જેઠ મહિનાની અગિયારસના દિવસે પશુપાલકો અને ગિરનારની પ્રાચીન પરંપરાગત પરીક્રમા વર્ષોથી કરનારા કેટલાક લોકો દ્વારા દુધધારા પરિક્રમા કરવાની ધાર્મિક પરંપરા છે. તે મુજબ આજે સવારે કેટલાક પશુપાલકો અને વર્ષોથી પરિક્રમા કરનાર યાત્રિકો દૂધધારા પરિક્રમાની શરૂઆત કરશે. પરિક્રમા 12 કલાક કરતાં વધુના સમય દરમિયાન 36 કિલોમીટરનું અંતર કાપીને પરત ભવનાથ ફરશે.
આજે આપ નેતા ઈશુંદાન ગઢવીની જન સંવેદના યાત્રા યોજાશે
આજે આપ નેતા ઈશુંદાન ગઢવીની જન સંવેદના યાત્રા યોજાશે. તેઓ જામનગર જિલ્લામાં પ્રવેશી સવારે સિદસર ગામેથી યાત્રાનું પ્રસ્થાન કરશે. સાંજે વિશાલ હોટલ ખાતે ઈશુંદાન ગઢવીની હાજરીમાં અનેક લોકો આપમાં જોડાઈ પણ શકે છે.
આજે મોરબીના કોરોના કેર સેન્ટરની તમામ સંસ્થાઓનું સન્માન કરાશે
કોવિડની બીજી લહેર જ્યારે વધુ દર્દીઓની સંખ્યામાં થઈ હતી, ત્યારે મોરબીમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. તેવી તમામ સંસ્થાઓનું સન્માન કલેક્ટર કચેરી દ્વારા કરવામાં અવશે.
આજે સ્કૂલ બોર્ડની વધુ 2 સ્માર્ટ સ્કૂલનું શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા કરશે લોકાર્પણ
આજે સ્કૂલ બોર્ડની 2 સ્માર્ટ સ્કૂલનું શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ સ્કુલ અમદાવાદની બહેરામપુરા શાળા નંબર- 22 સંતોષનગર, ખોડિયારનગર બહેરામપુર બ્રિજ પાસે આવેલી છે.
આજે સ્કાઉટ ભવન ખાતે પ્રતિબધ્ધતા કાર્યક્રમ યોજાશે
આજે અમદાવાદના સ્કાઉટ ભવન ખાતે પ્રતિબધ્ધતા કાર્યક્રમ યોજાશે, આ પ્રતિબધ્ધતા કાર્યક્રમમાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજરી આપશે.