કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજની બેઠક માટે ગુપ્કર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠકમાં 14 નેતાઓ ભાગ લેશે. શ્રીનગરમાં વડા પ્રધાનની બેઠક પૂર્વે ગુપ્કર ગઠબંધને વાટાઘાટોનો મુસદ્દો નક્કી કર્યો હતો. ગુપ્કર વતી ફારૂક અબ્દુલ્લા બેઠકની આગેવાની કરશે. આજે 24 જૂને બોલાવેલી બેઠકમાં વડા પ્રધાન જમ્મુ-કાશ્મીર, સંપૂર્ણ રાજ્યત્વ અને ચૂંટણીઓ વિશે ચર્ચા કરી શકે છે.
વડાપ્રધાન મોદી આજે ટોયકાથોનમાં -2021 ના સહભાગીઓ સાથે કરશે વાતચીત
વડાપ્રધાન મોદી આજે ટોયકાથોનમાં -2021 ના સહભાગીઓ સાથે વાતચીત કરશે. ટોયકાથોનમાં -2021 નો ઉદ્દેશ ભારતમાં રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી રમકડા બજારમાં વિશાળ હિસ્સામાં ભારત અગ્રેસર બની શકે. વડાપ્રધાન મોદી અમદાવાદમાં GTU ખાતે શરૂ થયેલી ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે
અમદાવાદમાં આજે રથયાત્રા પુર્વે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. કોરોના મહામારીને ધ્યાને લઈ સીમીત લોકો જ હાજર રહેશે. જળયાત્રામાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને DyCm નીતીન પટેલ ઉપસ્થિત રહેશે.
આજે રાહુલ ગાંધી આવશે સુરત
માનહાનિના કેસ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુરુવારે સુરત કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે. મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટીપ્પણી અંગે સુનાવણી થશે. રાજ્યના પ્રદેશ પ્રમુખ સહિતના કોંગ્રેસ નેતાઓ પણ સુરત પહોંચશે.
મનીષ સીસોદીયાનો આજનો સુરત પ્રવાસ થયો રદ્દ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ આમ આદમી પાર્ટી દિલ્હીના શિક્ષણ પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા આજે ગુરુવારે ગુજરાત પ્રવાસે આવવાના હતા. તેમની તબિયત નાદુરસ્ત થતાં આજની સુરતની મુલાકાત મોકુફ રાખી છે. મનીષ સીસોદીયાએ ટ્વિટ કરી માહિતી આપી છે.
ભોપાલમાં આજે પ્રથમ વખત ભાજપ રાજ્ય કાર્ય સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે
આજે ગુરુવારે ભાજપ રાજ્ય કાર્ય સમિતિની ભોપાલમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ બેઠક યોજાશે. આ બેઠકમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્મા, રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, પાર્ટી મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય અને તમામ મધ્યપ્રદેશથી સંબંધિત કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના સંબોધનથી બેઠક શરૂ થશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે જનરલ સેક્રેટરી, રાજ્ય પ્રભારી અને AICCના પ્રદેશ પ્રમુખોની બેઠક બોલાવી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 24 જૂને જનરલ સેક્રેટરી, રાજ્ય પ્રભારી અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) ના તમામ પ્રદેશ પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મધ્યપ્રદેશના રાજ્ય પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસ્નિક, પ્રદેશ પ્રમુખ કમલનાથ અને પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંતકુમાર ગૌતમ છત્તીસગઢના પ્રવાસે
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંતકુમાર ગૌતમ છત્તીસગઢના પ્રવાસ પર છે. આજે 24 જૂનના રોજ ભાજપ વિધાનસભા પક્ષ અને અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાશે. આ સિવાય તે રાજ્યના અધિકારીઓને પણ મળશે.
રાંચીમાં આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની મહત્વપૂર્ણ બેઠક યોજાશે
રાંચીમાં આજે ગુરુવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. મીટિંગમાં હોબાળો મચાવવાની સંભાવના છે. દિલ્હીમાં હાઈકમાન્ડને મળ્યા બાદ પરત આવેલા ચાર ધારાસભ્યો સંગઠનમાં પરિવર્તનનો મુદ્દો ઉઠાવવા માટે ઉત્સુક લાગે છે.
ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો જન્મ દિવસ
'બડે અચ્છે લગતે હૈ', 'ધ કપિલ શર્મા શો' અને 'જમાઇ રાજા' જેવા શો થી પ્રસિદ્ધિ મેળવેલી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો આજે 24 જૂને જન્મ દિવસ છે.