- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સદગુરુ મહિલા કોલેજની 500 વિદ્યાર્થીનીઓ આજે બુધવારે કોરોના વેક્સિન લેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સદગુરુ મહિલા કોલેજની 500 વિદ્યાર્થીનીઓ આજે બુધવારે કોરોના વેક્સિન લેશે. ત્યારેમહિલા મોરચાના પ્રભારી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી કાર્યક્રમમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે.
- અમદાવાદમાં મોંઘવારીના વિરોધમાં નહેરુબ્રિજ ચાર રસ્તા આશ્રમ રોડ પાસે વિરોધ પ્રદર્શનનું આજે આયોજન વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં નહેરુબ્રિજ ચાર રસ્તા આશ્રમ રોડ પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા પ્રમુખ, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ અને મહિલાપાંખ ઉપસ્થિત રહેશે.
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રાજ્યમાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે કેબિનેટમાં ચર્ચા સંભવ છે. રાજ્યમાં વરસાદની સ્થિતી અને વાવણી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ઈલેક્ટ્રિક વાહન પોલીસી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કોરોનાની સ્થિતી, ધોરણ 10ના પરિણામ જાહેર થવાની તારીખ નક્કી થઈ શકે છે.
- ભારતીય નૌકાદળ: ભારત-અમેરિકા આજે બુધવારથી હિંદ મહાસાગરમાં બે દિવસીય નૌકાદળ કવાયત કરશે ભારતીય નૌકાદળ
નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કવાયતમાં ભારતીય નૌકાદળના કોચી અને તેગ વહાણો તેમજ P8-I દરિયાઇ સર્વેલન્સ વિમાનનો કાફલો અને મિગ -29ના જેટ આ કવાયતમાં ભાગ લેશે.
- કેબિનેટ વિસ્તરણની ચર્ચા વચ્ચે આજે કેબિનેટની બેઠક કેબિનેટની બેઠક
કેન્દ્ર સરકારના પ્રધાનમંડળની બેઠક આજે કોરોના સમયગાળા દરમિયાન યોજાશે. આ બેઠકમાં દેશવ્યાપી રસીકરણ અભિયાન અંગે આગળની વ્યૂહરચના પર ચર્ચા સાથે કેટલાક મોટા નિર્ણયો પણ લેવામાં આવી શકાય છે.
- કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે બુધવારે કુલ્લુ પહોંચશે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી