ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - રાજનીતિ

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

By

Published : Jun 14, 2021, 7:10 AM IST

  • આજે કેજરીવાલ ગુજરાતની મુલાકાતે
    કેજરીવાલ

આજે સોમવારે સવારે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. કેજરીવાલ આમ-આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

  • ઓટો રિક્ષા અને બસ ચાલકોનું રસીકરણ આજથી શરૂ
    રસીકરણ

ઉત્તરપ્રદેશના લખનઉમાં દુકાનદારોને, ઓટો રિક્ષા અને બસ ચાલકોનું રસીકરણ આજે સોમવારથી શરૂ થશે.

  • બ્લડ સેપરેશન યુનિટનું ઓનલાઇન શિલાન્યાસ કરશે
    મુખ્યપ્રધાન હેમંત સોરેન

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન જમશેદપુર સદર હોસ્પિટલમાં બ્લડ સેપરેશન યુનિટનું ઓનલાઇન શિલાન્યાસ કરશે.

  • ગ્રામીણ વિકાસપ્રધાન કોલ્ડ સ્ટોરેજનો શિલાન્યાસ કરશે
    ગ્રામીણ વિકાસપ્રધાન આલમગીર આલમ

ઝારખંડના ગ્રામીણ વિકાસપ્રધાન આલમગીર આલમ પાકુરમાં કોલ્ડ સ્ટોરેજનો શિલાન્યાસ કરશે.

  • શિક્ષણ પ્રધાન ચેન્નાઈથી રાંચી પરત ફરશે
    શિક્ષણ પ્રધાન જાગરનાથ મહતો

ઝારખંડના શિક્ષણ પ્રધાન જાગરનાથ મહતો નવ મહિના પછી સોમવારે ચેન્નાઈથી રાંચી પરત ફરશે. તેમને લાવવા માટે એક ખાનગી વિમાન રાંચીથી ચેન્નઇ આવશે. જેમાં રિમ્સના બે ડૉક્ટર પણ હશે.

  • રામજન્મભૂમિની ખરીદવામાં આવેલી જમીનના ભાવને લઈને ટ્રસ્ટની બેઠક
    રામજન્મભૂમિ યાત્રાધામ

રામજન્મભૂમિ યાત્રાધામ વિસ્તાર દ્વારા ખરીદવામાં આવેલી જમીનના ભાવને લઈને ટ્રસ્ટની બેઠક થઈ શકે છે.

  • સાંસદ મેનકા ગાંધી શાસ્ત્રીનગર તેમના નિવાસ સ્થાને બેઠક યોજશે
    સાંસદ મેનકા ગાંધી

ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં સાંસદ મેનકા ગાંધીની મુલાકાતનો આજે ચોથો દિવસ છે. ત્યારે શાસ્ત્રીનગર તેમના નિવાસ સ્થાને બેઠક યોજાશે.

  • CISF ભારત બાયોટેક કેમ્પસની સુરક્ષા સંભાળશ
    ભારત બાયોટેક

હૈદરાબાદમાં આજથી ભારત બાયોટેક કેમ્પસની સુરક્ષા CISF સંભાળશે.

  • દિલ્હીમાં અનલોક-3ની શરૂઆત
    લ્હીમાં અનલોક-3ની શરૂઆત

દિલ્હીમાં અનલોક-3ની આજથી શરૂઆત થશે. તમામ બજારો, મોલ્સ, રેસ્ટોરન્ટ ખુલશે. પરંતુ શાળાઓ અને કોલેજો બંધ રહેશે.

  • વડાપ્રધાન મોદી UNમાં વર્ચુઅલ સંબોધન કરશે
    વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી UNમાં આજે રણ, દુષ્કાળ અને જમીનના વધતા ધોવાણ અંગે વર્ચુઅલ સંબોધન કરશે.

ABOUT THE AUTHOR

...view details