- રાજ્યસભા હોર્સ ટ્રેડિંગ કેસમાં પી.સી. એક્ટ ઉમેરવા અંગેનો નિર્ણય રાંચી સિવિલ કોર્ટ કરશે
ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન રઘુવરદાસ, EDG અનુરાગ ગુપ્તા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસના પ્રેસ સલાહકાર અજય કુમારથી જોડાયેલા રાજ્યસભા હોર્સ ટ્રેડિંગ કેસમાં પી.સી. એક્ટ ઉમેરવા અંગેનો નિર્ણય રાંચી સિવિલ કોર્ટ જાહેર કરશે. પીસી એક્ટ ઉમેરવા માટે કોર્ટમાં અરજી આપવામાં આવી છે.
- રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભિંડના પ્રવાસ પર
મધ્યપ્રદેશમાં રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભિંડના પ્રવાસ પર જશે. તેઓ રાત્રે 10 વાગ્યે ગ્વાલિયરથી ભિંડ પહોંચશે. અહીં શોકાગ્રસ્ત પરિવાર અને ભાજપના નેતાઓને મળશે.
- મધ્ય પ્રદેશમાં આજથી નર્સની હડતાલ
મધ્ય પ્રદેશમાં નર્સની હડતાલ, આજે ગુરૂવારથી કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરશે. 8 મુદ્દાની માંગણીઓ માટે તબક્કાવાર આંદોલન કરશે.
- ભોપાલમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરવામાં આવી રહ્યો
મધ્યપ્રદેશના ભોપાલમાં આજથી પૂર્ણ અનલોક કરવામાં આવશે. ભોપાલમાં કોરોના કર્ફ્યુને નાબૂદ કરવામાં આવી રહ્યો છે. આજથી હેર સલુન્સ પણ ખુલશે. નવું SOP લાગુ કરવામાં આવ્યું છે. હવે માત્ર રવિવારે જ કર્ફ્યુ રહેશે.
- આજે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થશે
વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ આજે 10 જૂને થવાનું છે. આ દિવસે ગ્રહણ સમયે વિશ્વભરના દેશોમાં સૂર્યની આસપાસ બનવાવાળી રિંગ ઓફ ફાયરએ દુર્લભ નજારો દેખાશે.
- માર્ગ પ્રશાસન દ્વારા 1600 બસો ચલાવવાશે