- AMTS અને BRTS બસ આજથી શરુ થશે
AMTS અને BRTS બસ આજે સોમવારથી શરુ થશે. AMTSમાં હંમેશા ભીડ હોય છે. ત્યારે 50% જ કેપેસિટી અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથેબસ સેવા ચાલુ થશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરાશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઉનાળું વેકેશન આજે સોમવારથી ખુલવા જઈ રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે આજથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ગેરહાજરીની વચ્ચે ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.
- AIIMS રાયપુરમાં ઓપીડી સેવાઓ આજે 7 જૂનથી શરૂ થશે
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) છત્તીસગઢના રાયપુરમાં ઓપીડી સેવાઓ આજે 7 જૂનથી શરૂ થશે. પરંતુ આ માટે તમારે રજીસ્ટ્રેસ્ન નોંધણી કરાવવી પડશે. આ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારોને પણ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
- હાઈકોર્ટ દિલ્હી સરકાર અને કેટલાક વિદ્યાર્થીઓની અરજીની સુનાવણી
કોરોના દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક અને વિકાસ ફી ન વસૂલવાના દિલ્હી સરકારના આદેશને બાજુએ રાખીને સિંગલ બેંચના નિર્ણય સામે હાઈકોર્ટ દિલ્હી સરકાર અને કેટલાક વિદ્યાર્થીઓની અરજીની સુનાવણી કરી શકે છે.
- દિલ્હીમાં અનલોક-2 હેઠળ થોડી છૂટ આપવામાં આવી
દિલ્હીમાં કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસો વચ્ચે આજથી અનલોક-2 હેઠળ થોડી છૂટ આપવામાં આવશે. સવારે 5 વાગ્યાથી મેટ્રો અડધી ક્ષમતાથી દોડવાનું શરૂ કરશે. જ્યારે શેરીની તમામ દુકાનો પણ ખુલી જશે. મોટા બજારો, મોલ્સની દુકાનો જરૂરી ચીજ-વસ્તુઓના આધારે ખોલવામાં આવશે. કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસે વિશેષ ટીમોની રચના કરી છે.
- જુનિયર તબીબોની હડતાલનો આજે 8મો દિવસ